ખેરાલુમાં મહિલા પોલીસને પતિનો ત્રાસ, કોર્ટમાં નોકરી કરતાં પતિએ 3 તલાક આપ્યાં

મહેસાણા
મહેસાણા

ખેરાલુમાં મહિલા પોલીસકર્મીને કોર્ટમાં નોકરી કરતાં તેના પતિએ ભરબજારમાં ત્રિપલ તલાક આપ્યાની ઘટના સામે આવી છે. ખેરાલુ પોલીસ મથકમાં ફરજ બજાવતી મુસ્લિમ મહિલાના લગ્ન પાલનપુરના યુવક સાથે થયા બાદ તેના પતિ તેને સારૂ રાખતાં હતા. આ દરમ્યાન દીકરીના જન્મ બાદ કોર્ટમાં નોકરી કરતો તેનો પતિ અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. આ તરફ ગત દિવસોએ મહિલાનો પતિ ખેરાલુ અન્ય સ્ત્રી સાથે બજારમાં આવ્યો હોવાનું જાણી પરીણિતાએ પુછતાં તેના પતિએ જાહેરમાં તલ્લાક, તલ્લાક, તલ્લાક કહી નીકળી ગયો હતો. સમગ્ર મામલે મહિલા પોલીસકર્મીએ ઇસમ વિરૂધ્ધ ગુનો નોંધાવતાં ખેરાલુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જીલ્લાના ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મુસ્લિમ મહિલા કર્મચારી ત્રિપલ તલાકનો ભોગ બની છે. વિગતો મુજબ ખેરાલુ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલાના લગ્ન સાતેક વર્ષ અગાઉ પાલનપુરના કમાલપુર ખાતે રહેતાં અને ભાભર કોર્ટમાં બેલીમ તરીકે ફરજ બજાવતાં સલાટ ઝાકીરહુસૈન અબ્દુરહેમાન સાથે થયા હતા. આ તરફ લગ્નજીવન દરમ્યાન પુત્રીના લગ્ન બાદ તેમનો પતિ અવાર-નવાર શારીરિક-માનસિક ત્રાસ આપી પૈસાની માંગ કરતો હતો. જોકે પરીણિતાની પુત્રી પણ તેની પાસે રહેતી હોઇ તેને પૈસા આપવાની ના પાડી હતી.

ગત 16 મેના રોજ મહિલા પોલીસકર્મીનો પતિ અન્ય સ્ત્રી સાથે ખેરાલુ આવ્યો હતો. જેની જાણ થતાં પરીણિતા પણ સ્થળ પર પહોંચતાં અન્ય મહિલા વિશે પોતાના પતિને પુછતાં તે ઉશ્કેરાઇ ગયો હતો. જે બાદમાં હું તો સત્તરને લઇને ફરૂં તારે શું જોવાનું તેમ કહી હું તને રાખવા માંગતો નથી તેવું કહ્યુ હતુ. આ સાથે ભરબજારે પરીણિતાને ત્રણ વખત તલ્લાક, તલ્લાક, તલ્લાક કરી અન્ય મહિલા સાથે તે નીકળી ગયો હતો. સમગ્ર મામલે પરીણિતાએ તેના પતિ સામે ખેરાલુ પોલીસ મથકે આઇપીસી 498A અને મુસ્લિમ મહિલા લગ્ન પર અધિકારોનું રક્ષણ અધિનિયમ 2019ની કલમ 3, 4 મુજબ ગુનો નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.