વિસનગરમાં આધેડની હત્યા કેસમાં પતિ-પત્નીની ધરપકડ
વિસનગરના દીપરાના દરવાજા વિસ્તારમાં 14 દિવસ પૂર્વે કાૈટુંબિક પરિવારો વચ્ચે થયેલ મારામારીમાં આધેડનું મોત થતાં પોલીસે દંપતીની ધરપકડ કરી હતી. જ્યારે અા કેસમાં અેક અારોપી ફરાર છે. દીપરા દરવાજા પાસે રહેતા સુધાબેન જગદીશચંદ્ર ચાૈહાણ ગત 27 અેપ્રિલે ઘર અાગળ સિમેન્ટ પૂરતા હતા.
તે દરમિયાન તેમના ઘરની સામે રહેતા કાકાજીના દીકરા પરમાર નરેશભાઇ ધનજીભાઇ તથા તેમના પત્ની વર્ષાબેન તેમની સામે જોતા હોવાથી તેમને મારી સામે કેમ જોઇ રહ્યા છો તેમ કહેતાં મારતાં દીકરી ધરાબેન બચાવવા વચ્ચે પડતાં નરેશભાઇઅે પાઇપ વડે જગદીશભાઇને મારતાં વડનગર સિવિલમાં લઇ જવાતાં મોત થતાં પોલીસે અા બનાવમાં નરેશભાઇ ધનજીભાઇ પરમાર, વર્ષાબેન નરેશભાઇ પરમાર, નટુભાઇ ધનજીભાઇ પરમાર સામે હત્યાની કલમનો ઉમેરી નરેશભાઇ ધનજીભાઇ પરમાર અને વર્ષાબેન નરેશભાઇની ધરપકડ કરી હતી.