મહેસાણાના હિરવાણી અને ખરવડા ગામે ભાજપના નેતાઓ માટે ‘No entry’ના બોર્ડ લાગ્યા

મહેસાણા
મહેસાણા

પૂર્વ ગૃહમંત્રી અને દુધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધકપકડને લઇને અર્બુદા સેનામાં રોષ ભભુકી ઉઠ્યો છે. ગઇકાલે મહેસાણા કોર્ટે વિપુલ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે આજે અર્બુદા સેના દ્વારા મહેસાણાના હિરવાણી અને ખરસડા ગામે બહિષ્કારના અને ભાજપના નેતાઓને પ્રવેશવાના પ્રતિબંધના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.

વિપુલ ચૌધરીએ છેલ્લા ઘણા સમથી ઉત્તર ગુજરાતમાં સભાઓ ગજવી અર્બુદા સેના ઉભી કરી છે. જેને લઇ સમાજમાં વિપુલ ચૌધરીનો દબદબો છે. ચૌધરીની ધરપકડ થતાં જ અર્બુદા સેના આકરા પાણીએ જોવા મળી રહી છે. ગઇકાલે જ્યારે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં લઇ જવામાં આવ્યા ત્યારે મોટી સંખ્યામાં અર્બુદા સેનાની ભીડ જામતા ચૌધરીને પાછળના ગેટ પરથી કોર્ટમાં લઇ જવા પડ્યા હતા. ત્યારે આજે ખેરાલુના મોટી હિરવાણી અને વિસનગરના ખરવડા ગામે ભાજપના તમામ નેતાઓ માટે ‘No entry’ના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. તેમજ કોઈ પણ નેતા કે મિનિસ્ટરને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી બહિષ્કાર કરવામાં આવ્યો છે.

દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. મહેસાણા ACBમાં દૂધસાગર ડેરીના નાણાકીય ગોટાળા સંદર્ભે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી,. જેમાં 17 બેનામી કંપનીઓ ઊભી કરીને ઉક્ત રકમ બારોબાર ટ્રાન્સફર લેવાઈ હોવાના ગંભીર આક્ષેપો કરાયા હતા. ગઇકાલે મહેસાણા કોર્ટે ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ચૌધરી હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે.

વિપુલ ચૌધરી અગાઉ દૂધસાગર ડેરીના ચેરમેન રહી ચૂક્યા છે. તેમના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ડેરીના નાણાકીય વ્યવહારોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે, દૂધસાગર ડેરીમાં નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, આ તપાસ બાદ રૂપિયા 800 કરોડનું કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.