ઊંઝા અને સિધ્ધપુર પંથકમાં વરસાદની હેલી : વાતવરણમાં ઠંડુગાર
મગા નક્ષત્ર હોવાથી ખરીફ પાકોને જીવતદાન: જન્માષ્ટમીના તહેવાર ટાણે ઊંઝા અને સિધ્ધપુર પંથકમાં વરસાદની હેલી શરૂ થઈ છે. સાંજના સમયે વાતાવરણમાં પલટો આવતાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા બાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો જેને વાતવરણમાં ઠંડક પ્રસરી હતી. ઊંઝા અને સિધ્ધપુર શહેર સહિત તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. ખૂબ લાંબા સમયે વરસાદ વિરામ લીધો હતો. ગરમીનો પારો ઊંચકાતા અસસહ્ય ઉકળાટ અને બફારા લોકો ત્રસ્ત થયાં હતા જેને લઇ વરસાદ આવતા વાતવરણમાં ઠંડક પ્રસરી હતી. ઊંઝા અને સિધ્ધપુર શહેરમાં વરસાદને લઈ રોડ પર પાણી ફરી વળ્યાં હતાં. અચાનક આવેલ મેઘરાજાની એન્ટ્રીને લઈ બજારમાં લોકો અટવાયા હતા. તહેવાર ટાણે મેઘરાજાની અચાનક ધમાકેદાર એન્ટ્રી થતાં લોકો ઘરમાં રહેવા મજબુર બન્યા છે.
આ વરસાદ મગા નક્ષત્ર હોવાથી ખરીફ પાકોને જીવતદાન મળશે. ખેડૂતો માટે કાચું સોનું વરસી રહ્યું છે. ઊંઝા અને સિધ્ધપુર પંથકમા ખરીફ પાકોનું વાવેતર થયું છે. જેમાં દિવેલા પાકોનું વાવેતર કરશે તેમજ કઠોળમાં મગ, અડદ, તુવેર જ્યારે અનાજમાં બાજરી, જુવાર અને રોકડીયા પાકમાં એરંડા, ગુવારના વાવેતરને જીવતદાન મળશે. મગા નક્ષત્રમાં વરસી રહેલ વરસાદ ખરીફ પાકો માટે અમૃત સમાન બની રહેશે. ઊંઝા સિદ્ધપુર પંથક સહિત તાલુકામાં વરસી રહેલ કાચા સોનાથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે.