ઊંઝા વિસ્તારમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
ગુજરાતમાં વરસાદની આગાહીને લઈને ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણેક દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદ થઇ રહ્યો છે. ત્યારે ઊંઝા વિસ્તારમાં સાંજના સમયે વરસાદની શરૂઆત થઇ હતી. જેમાં ધોધમાર વરસાદ પડવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વધુ વરસાદ પડવાથી ખેડૂતો વાવેતર કરી શકશે. તેમજ વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.