મહેસાણામાં વહેલી સવારે ધોધમાર વરસાદ, નાળાંઓ પાણીમાં ગરકાવ

મહેસાણા
મહેસાણા

કોરોના મહામારી વચ્ચે હવામાનની આગાહી મુજબ આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સવારે ૯ વાગ્યા આસપાસ જોરદાર વરસાદ આવ્યો હતો. વરસાદ આવતાં નિચાણવાળા વિસ્તારો ગોપીનાળું અને ભમ્મરીયાનાળા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. મહેસાણા જીલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મહેસાણામાં 2 ઈંચથી વધારે વરસાદ આવતાં પરા તળાવ, ભમ્મરીયું નાળું અને ગોપીનાળામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક ડેમોમાં પાણીની સારી આવક થઈ રહી છે. રાજ્યમાં ઠેર ઠેર પડી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતના ઘણાં રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે પણ એકંદરે લોકો ખુશ છે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.