મહેસાણાના નાની દાઉ પાસે બે ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત

મહેસાણા
મહેસાણા

મહેસાણા નજીક આવેલા નાની દાઉ ગામના પાટિયા પાસે આજે બપોરે બે ટ્રકો સામસામે ધડાકા ભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બન્ને ટ્રકમાં સવાર ડ્રાઈવરો કેબિનમાં જ ફસાઈ ગયા હતા. જેથી બહાર નીકળી શકે તેમ નહતા. સ્થાનિક લોકોએ સમગ્ર અકસ્માતની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા પાલિકાની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે કટર અને રેસ્ક્યૂ વહિકલ મારફતે પતરા કાપી ડ્રાઈવરોને સહી સલામત બહાર કાઢ્યા હતા.

મહેસાણા-ઊંઝા હાઇવે પર નાની દાઉ પાટિયા પાસે આજે બપોરે એકાએક બે ટ્રક ધડાકા ભેર અથડાતા અકસ્માત થયો હતો. જેની જાણ આસપાસના લોકોને થતા ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. જોકે, અકસ્માત દરમિયાન ટ્રકના ડ્રાઈવરો પોતાની કેબીનમાં ફસાઈ જતા બહાર નીકળી શક્ય ન હોતા. સમગ્ર મામલે મહેસાણા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા પાલિકાની ફાયર ટીમના 10 જેટલા કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા

પાલિકાના કર્મીઓએ તપાસ કરતા જાણવા મળ્યું કે, ડ્રાઈવરોના પગ અકસ્માતને કારણે એન્જીન અને ગેર બોક્સ પાસે ફસાઈ ગયા હતા. જેથી હાઇડ્રો કટર મારફતે ગિયર બોક્ષ અને ટ્રકની આગળ અને કેબીન અંદરના પતરા કાપ્યા હતા. દોઢ કલાકની જહેમત બાદ ઇજા પામેલા ડ્રાઈવરોને બહાર કાઢવામાં આવ્યાં હતા.

ગુજરાત સરકાર દ્વારા મહેસાણા પાલિકાના ફાયર વિભાગને રેસ્ક્યુ વહિકલ ફાળવવામાં આવી છે. આ વહિકલ મારફતે અકસ્માત જેવી ઘટનામાં પહોંચી વળવા માટે અત્યાધુનિક સાધનો ગોઠવવામાં આવ્યાં છે. જેના થકી આજે બનેલા અકસ્માતની ઘટનામાં ડ્રાઈવરોને સહી સલામત રીતે ટ્રકમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. જોકે, હાલમાં અકસ્માતને લઇ ટ્રક ક્યાંથી ક્યાં જઈ રહી હતી તે વિગતો સામે આવી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.