વિસનગરના રાલીસણા ગામે દંપતી સહિત દીકરીને જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના રાલીસણા ગામે ખેતરમાં વારંવાર કુદરતી હાજતે કેમ જાય છે, તે બાબતે કહેતા દંપતી સહિત દીકરીને સાત શખ્સોએ ધારિયું, કુહાડી અને લાકડી જેવા હથિયારો વડે ગડદાપાટુંનો માર મારી જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. માર મારતા ઇજાઓ પહોંચી હતી. જેથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે આ બનાવ અંગે 7 શખ્સો વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાલીસણા ગામના અમરત ભગાભાઇ સેનમા ગત તારીખ 30/05/2023ના રોજ રાત્રે ઘરે હાજર હતા. તે વખતે દીકરી શીતલબેન ઘરની પાછળ ગઈ હતી. તે વખતે ગામના શેખ ફરમાન યાકુબભાઈ ખેતરમાં કુદરતી હાજતે જવા બેઠા છે. તેવી વાત કરતા અમરત, પત્ની તેમજ દીકરી ત્રણેય મળી ઘર પાછળ આવેલા ખેતરના શેઢે જતા ફરમાનને કહ્યું કે, મારે ખેતરમાં કપાસનું વાવેતર કરવાનું છે. તો તું અહીં કેમ વારંવાર કુદરતી હાજતે આવે છે. હવે પછી આવતો નહિ તેવું કહેતા ફરમાન એકદમ ઉશ્કેરાઈ જઇ જાતી વિષયક અપમાનજનક શબ્દો બોલી જતો રહ્યો હતો.

ત્યારબાદ થોડીવાર પછી ફરમાન યાકુબ શેખ, ભાઈ શેખ મોઈન, પિતા યાકુબ અલિયારખા શેખ, કાકા શેખ ઇન્તુ ચારેય જણા હાથમાં હથિયારો લઈ આવી અપશબ્દો બોલી કહેવા લાગ્યા કે, આ તારા બાપનું ખેતર છે. આ ખેતર તો પટેલનું છે. તેમ કહી અપશબ્દો બોલી અમરતભાઈ, પત્ની ભગવતીબેન તેમજ દીકરી શીતલબેનને ગડદાપાટુંનો માર મારવા લાગ્યા હતા. જેમને હથિયારો વડે માર મારતા તેમનું ઉપરાણું લઈને આવેલો શેખ મકુ અલિયારખા તથા શેખ શાયરા ડોસુમિયા તથા સાયરાનો દીકરો અયાન ત્રણેય જણા આવી ગડદાપાટુંનો માર મારવા લાગ્યા હતા. જેથી ઇજાઓ પહોંચતા ત્રણેયને સારવાર અર્થે વિસનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.