
હજરત મહમદ સાહેબના જન્મદિવસની મુસ્લિમ બિરાદારોએ ભવ્ય જુલુસ નીકાળી ધામધૂમ પૂર્વક ઉજવણી કરી
કડી શહેરમાં ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. કડી શહેરના કસબા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જશને ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. મહંમદ પેગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ કસ્બા વિસ્તારમાંથી ભવ્ય જુલુસ નીકળવામાં આવ્યું હતું.કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઈદે મિલાદની ઊંચાપૂર્વક મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના હજરત પેગંબર મહમ્મદ સાહેબનો ગુરુવારે જન્મદિન હોવાથી સમગ્ર વિશ્વની અંદર ઈદે મિલાદનો તહેવાર મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે. ઈદે મિલાદના પર્વ નિમિત્તે કડી શહેરના કસ્બા વિસ્તારમાં આવેલા જુગમાં મસ્જિદ ખાતેથી ગુરુવારે વાજતે ગાજતે ભવ્ય નીકાળવામાં આવ્યું હતું. સવારે જુમ્મા મસ્જિદ સહિત અનેક મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી. ત્યાર બાદ જુમ્મા મસ્જિદ ખાતેથી ભવ્ય ડીજેના તાલે જુલુસ નીકળવામાં આવ્યું હતું.
સમગ્ર વિશ્વની અંદર મિલાદની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ઈદે મિલાદનો તહેવાર મુસ્લિમ બિરાદરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા દસ દિવસ દરમિયાન અનેક નાના મોટા કાર્યક્રમો કસ્બા વિસ્તારમાં થયા હતા. દસ દિવસ દરમિયાન મુસ્લિમ બિરાદરો દ્વારા ન્યાઝ (પ્રસાદ)નું નાના બાળકો તેમજ ગરીબોને બિરાદરો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કસ્બા વિસ્તારની અંદર રોશની લગાવીમા આવી હતી. ગુરુવારે વેલી સવારે મસ્જિદો તેમજ મુસ્લિમ બિરાદરોના ઘરે કેક કાપીને મહંમદ પેગંબર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ જુમ્મા મસ્જિદ ખાતેથી ભવ્ય જુલુસ નીકાળવામાં આવ્યું હતું અને કસ્બા વિસ્તારના અનેક વિસ્તારોમાં જુલુસ ફરી જુમ્મા મસ્જિદ ખાતે પરત ફર્યું હતું.