
ખેરાલુમાં સભા સ્થળની હર્ષ સંઘવીએ મુલાકાત લીધી
સોમવારે પી.એમ નરેન્દ્ર મોદી ખેરાલુના ડભોડા ખાતે વિકાસના કામોનું સભા સ્થળેથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ ને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે પી.એમ ના કાર્યક્રમ ને લઈ ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા મોટા ભાગની કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.પી.એમ મોદી જે સ્થળે સભા યોજવાના છે ત્યાં આજ હર્ષ સંઘવી,જગદીશ વિશ્વકર્મા,રેન્જ આઈજી વીરેન્દ્ર યાદવ સહિત સ્થળ મુલાકાત કરી તંત્ર ને સલાહ સૂચનો કર્યા હતા.મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ સભા સ્થળે પહોંચી તૈયારી અંગે સૂચનો કર્યા હતા. જોકે જે સ્થળે હેલિપેડ બનાવવામાં આવ્યા છે ત્યાં હેલિકોપ્ટર મારફતે લેન્ડીંગ રિહર્સલ કરવામાં આવ્યું હતું.પી.એમના કાર્યક્રમને લઈ આરોગ્ય વિભાગે પણ પોતાની તૈયારી પૂર્ણ કરી છે.
પી.એમના કાર્યક્રમ દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક રહ્યું છે.ત્યારે પી.એમના કોન્વોય,CMના કોન્વોય,હેલિપેડ અને અને એક ટીમ હેલિપેડ ખાતે રિઝર્વ રખાઇ છે.સ્ટેજ પાસે વી.વી.આઈ.પી માટે એક મેડિકલ ટિમ જેમાં મેડિકલ ઓફિસર 2 સ્ટાફ નર્સ અને ECG ટેક્નિશિયન ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં આવનાર લોકો માટે મેડિકલ ટિમો દ્વારા ગ્લુકોઝ,જરૂરી દવા,ચોકલેટ,બિસ્કિટ કીટ સાથે રાખવામાં આવશે જેમાં સભા સ્થળે દરેક ક્લસ્ટર દીઠ એક મેડિકલ ટિમ એમ કુલ 54 મેડિકલ ટિમો સ્ટેન્ડ બાય રહેશે.જોકે પાર્કિગ સ્થળ પર 3,સભા સ્થળ ના રૂટ પર 3 મેડિકલ ટિમ રહેશે,આ કાર્યક્રમમાં કુલ પાંચ 108 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે.કાર્યક્રમમાં ગ્રામ્ય લેવલથી આવતી 500 બસોમા આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવારની કીટ તાલુકા લેવલ થી ટ્રાન્સપોર્ટ કમિટીના સંકલનમાં રહી ઉપલબ્ધ કરવામાં આવશે.ત્યારે ICU ઓન વહિકલ એમ્બ્યુલન્સ વાનમા તમામ જરૂરી મશીન સાધન સામગ્રી જરૂરી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સભા સ્થળે વિવધ વિભાગોમાં કુલ આરોગ્યની 65 ટિમો અને 10 નોડલ ઓફિસર સ્ટેન્ડ બાય રહી પોતાની ફરજ નિભાવશે