
મહેસાણામાં માઉન્ટ આબુ થી મુંબઈ જતી ટ્રેનમાં સુઈ રહેલી મહિલા મુસાફરીની હેન્ડ બેંગની ચોરી
માઉન્ટ આબુથી ભગત કી કોઠી ટ્રેનમાં બેસી મુંબઇ જતી મહિલા મુસાફરની હેન્ડ બેગ રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા. બેગમાં મહિલાના કપડા, રોકડા રૂપિયા, બે ઘડિયાળ,એક ફોન સહિતનો સમાન ચોરી થઈ જતા સમગ્ર મામલે મહેસાણા રેલવે પોલીસમાં ફરિયાદ નિધાઈ છે.
સમગ્ર મામલે મહિલાની હેન્ડ હેગમાં રહેલા 15,00ની કિંમતનો ફોન, 10,000 રોકડા, બે ઘડિયાળ, કિંમત 2,000, તેમજ અન્ય વસ્તુઓ ચોરી થતા મહિલાએ મહેસાણા રેલવે પોલીસમાં 18,000 મત્તાની ચોરી મામલે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે