
કડીના નંદાસણ વિસ્તારમાં એકાએક કમોસમી વરસાદ સાથે કરા પડ્યા, ડાંગરવા રોડ પર ગાડી ઉપર ઝાડ પડ્યું
કડી પંથકમાં બુધવારે એકાએક વરસાદ પડ્યો હતો. જ્યાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી હતી. જ્યાં આગાહીને લઈને બુધવારે વરસાદ વરસ્યો હતો. ગુરુવારે દિવસ દરમિયાન લોકોએ બફારાનો અનુભવ કર્યો હતો. તેમજ શુક્રવારે સવારથી જ વાદળછાયુ વાતાવરણ હતું અને સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાવાઝોડા સાથે કડીના નંદાસણ વિસ્તારમાં કડાકાભેર વરસાદ પડ્યો હતો. જ્યાં નદાસણ હાઇવે ઉપર કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા.
વાવાઝોડા સાથે વરસાદ વરસતા નંદાસણથી ડાંગરવા જતી એક કાર આનંદ નગર પાસે પહોંચતા એકાએક ઝાડ કાર ઉપર પડ્યું હતું. જ્યાં ઝાડ પડવાને રહીને રોડ બંધ થઈ ગયો હતો. તેમજ વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી. ગાડી પર ઝાડ પડતા ગાડીમાં બેઠેલા કોઈને પણ ઇજાઓ થઈ ન હતી અને ગાડીમાં બેઠેલા લોકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.