ગુજરાતની દીકરી ભાવિના પટેલે ટોક્યો પેરલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો

મહેસાણા
મહેસાણા

ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતની દીકરી ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. જેમાં મહિલા સિંગ્લસ ટેબલ ટેનિસ ફાઈનલમાં ભાવિનાની ચીનની ઝો યિંગ સામેના મુકાબલામાં ત્રણ સીધા સેટમા હાર થઈ છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગ્રુપ સ્ટેજના પ્રથમ મેચમાં ચીનની મહિલા ખેલાડી સામે તેની હાર થઈ હતી. આ ઉપરાંત ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચી દેશનું ગૌરવ વધાર્યું છે. આમ મુળ મહેસાણાના ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં ભારત અને ગુજરાત એમ બંનેનો ડંકો વગાડી દીધો છે. પેરા ટેબલટેનિસ ખેલાડી ભાવિનાબેને ફાઈનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની સિલ્વર મેડલ ઇતિહાસ રચ્યો છે. આ પેહલા તેમણે સેમીફાઇનલમાં ચીનની મિઆઓ ઝેંગને 3-2થી પરાજિત કરી દીધી છે. 34 વર્ષીય ભાવિનાબેને દુનિયાની ત્રીજા નંબરની ખેલાડી ઝેંગને સેમિફાઈનલમાં 7-11, 11-7, 11-4, 9-11 અને 11-8 થી હરાવી છે. ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. ત્યારે સવારથી જ સુંઢિયા ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો. ગામમાં મોટી સ્ક્રીન લગાવીને ભાવિનાની મેચ જોવાનુ આયોજન કરાયુ હતું. જેમાં આખુ ગામ સવારથી જ સ્ક્રીન સામે તાકીને બેસી રહ્યુ હતું. સવારથી જ લોકો ગરબા રમીને ગુજરાતના ગૌરવને વધાવી રહ્યા છે. ભાવિનાને સિલ્વર મેડલ મળવાથી માતા નિરંજનાબહેન અને પિતા હસમુખભાઈની ખુશીનો પાર નથી રહ્યો. તેઓએ મીઠાઈ ખવડાવીને દીકરીને વધાવી હતી. ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે અને વર્તમાનમાં ભાવિના પટેલ ESICની અમદાવાદ ઓફિસમાં મહેસૂલ વસૂલી સેલમાં આસિસ્ટન્ટ હેડક્લાર્ક તરીકે કાર્યરત છે. ભાવિના પટેલે સરકારની મેરીટોરિયસ સ્પોર્ટસ પર્સન યોજના હેઠળ નોકરી મેળવી હતી. મહેસાણા જિલ્લાના સૂંઢિયા ખાતે કટલરીની દુકાન ચલાવતા હસમુખભાઈ પટેલની દીકરી ભાવિના પટેલને બાળપણથી ટેબિલ ટેનિસની રમતમાં રસ હતો અને બાળવયે જ લકવાના કારણે બંને પગ ગુમાવતાં ભાવિના પટેલે દિવ્યાંગ મહિલાઓની આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભાવિના સંસ્કૃત વિષય સાથે ગ્રેજ્યુએટ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.