
પાંચમા નોરતે કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં સમૂહ આરતીનું આયોજન
કડીના સર્વ વિદ્યાલય કેમ્પસમાં સર્વોત્સવ 2023નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવલી નવરાત્રીનો રંગ જામતો જોવા મળી રહ્યો છે. ત્યારે સર્વ વિદ્યાલય કેમ્પસમાં “સર્વોત્સવ 2023” પાંચમા નોરતે ભવ્ય સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ વિદ્યાલય કેમ્પસમાં પાંચમા નોરતે અઢીસો વિદ્યાર્થીઓએ સ્ટેજ પરફોર્મર્સ કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા.
“સર્વોત્સવ 2023” નવલી નવરાત્રી મહોત્સવ અંતર્ગત પાંચમા નોરતે ભવ્ય સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સર્વ વિદ્યાલય કેમ્પસ કડીમાં 21થી પણ વધુ શાળા કોલેજો તેમજ હોસ્ટેલ આવેલી છે. જેમાં 18000થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે પાંચમા નોરતે અઢીસો વિદ્યાર્થીઓ 100થી વધુ આમંત્રિત મહેમાનો 1000થી પણ વધારે કર્મચારીઓ ગરબે ઝુમી ઉઠ્યા હતા.કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં પાંચમા નોરતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં કેમ્પસ આરતી દરમિયાન ઝગમગી ઉઠ્યું હતું. 1350 રૂના દીવડાઓની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કેમ્પસના અલગ અલગ શાળા કોલેજોના અઢીસોથી પણ વધારે વિદ્યાર્થીઓએ પર્ફોમન્સ કરીને મંત્રમુગ્ધ કરી દીધા હતા.