
‘વિદેશ જવા 50 લાખ થશે, 10 લાખ એડવાન્સ અને 40 લાખ અમેરિકા ઉતર્યા પછી આપજો’, કહીં ગઠિયાઓએ ખેડૂતનું પાંચ લાખનું કરી નાંખ્યું
મહેસાણા જિલ્લામાં વીતેલા સમયમાં અમેરિકા જવાના મોહમાં કેટલાય લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ થવા મામલે અને ભોગ બનનાર લોકો દ્વારા અઢળક પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પણ હજુ કેટલાક વિસ્તારોમાં રહેતા લોકો ગેરકાયદેસર અમેરિકા જવાનો મોહ છોડતા ન હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના અમરપુરા ચાડા ખાતે રહેતા ખેતી કરતા યુવક સાથે અમેરિકા મોકલી આપવા મામલે કબૂતર બાજોએ યુવક પાસેથી રૂપિયા પાંચ લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ ખેરાલુ પોલીસમાં નોંધાઇ છે.ત્યારે મહેસાણા જિલ્લામાં અગાઉ વિદેશ જવા મામલે અઢળક લોકો છેતરાયા હોવા છતાં હજુ પણ લોકો ગેરકાયદેસર વિદેશ જવાનો મોહ છોડતા ન હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના અમરપરા ચાડા ખાતે રહેતા 12 પાસ અને 37 વર્ષની ઉંમર ધરાવતા પિયુષ ભાઈ ચૌધરી ખેતી કામ અને પશુપાલન નો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.ત્યારે ગોરીસણા ગામે સોના ચાંદીનો વ્યાપર કરતા સોની ભાવેશ હસમુખભાઈ નામનો વ્યાપરી પાસેથી પિયુષ ચૌધરી પોતાન અને પોતાન સબંધીઓના દાગીના અનેકવાર લેવા જતા હોવાથી દુકાનદાર અને ખેડૂત યુવલ વચ્ચે વિશ્વાસના ગાઢ સંબંધ બંધાયા હતા.