ઉનાવા થી સુરપુરા રોડ ઉપર જી.ઈ.બી ટ્રાન્સફોર્મરનો કેબલ ચોરાયો
ઉનાવાથી સુરપુરા રોડ ઉપર જતા વચ્ચે આવતા ખેડૂતના બોર ઉપર લગાવેલ જી.ઈ.બી ટ્રાન્સફોર્મરનો કેબલ ચોરી થતા ઉનાવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો.ઊંઝા તાલુકાના ઉનાવા અને સુરપુરા રોડ ઉપર બોર આવેલા છે. જેમાં પાણીના બોર હેતુ જી.ઈ.બી.નું ટ્રાન્સફોર્મર તેમજ કેબલ લગાવેલો હતો. જે ગતરોજ ટ્રાન્સફોર્મર ઉપરનો કેબલ ચોરી થઇ ગયો તેમજ ટ્રાન્સફોર્મરનું રેડિયેટર તોડી નાખેલું હતું. જેથી બોર માલિક પટેલ જીવરામભાઈએ ઉનાવા જી ઈ બી માં ટેલિફોનિક જાણ કરી હતી. જેમાં ઉનાવા જી.ઈ.બી.માં ફરજ બજાવતા લાઈન મેન નવીનભાઈએ ઊંઝા ગ્રામ્ય સબ ડિવિઝન વિસ્તારમાં ફરજ બજાવતા નાયબ ઈજનેર ને જાણ કરી હતી.
ત્યારબાદ નાયબ ઈજનેર એ જગ્યાએ જઈ તપાસ કરતા ટ્રાન્સફોર્મર ઉપરથી આશરે 20 મીટર જેટલો કેબલ વાયર તેમજ ટ્રાન્સફોર્મરનું રેડિયેટર તોડી દીધેલ જાણવા મળ્યું હતું. જેમાં જી.ઈ.બી નાયબ ઈજનેરએ ચોરીવાળી જગ્યાનું પંચનામું કરી ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ઉનાવા પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ કેબલ વાયર 20 મીટર જેની આશરે કિંમત 10,660 રૂપિયા તેમજ રેડિયેટરની આશરે કિંમત 7250 રૂપિયા જે નુકસાન કરી કુલ કિંમત 17,910 રૂપિયાની ચોરી કરી હતી. જેમાં નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.