
વિસનગર તાલુકાના વડુ ગામે ગણપતિ મહોત્સવનું આયોજન
દેશભરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિસનગર તાલુકામાં આવેલ વડુ ગામે પણ ગણપતિ યુવક મંડળ દ્વારા ઉત્સાહભેર ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમસ્ત યુવાનો સાથે મળી છેલ્લા 2 વર્ષથી આયોજન કરે છે. વિવિધ કાર્યક્રમો કરી ગામના યુવાનો એકસાથે મળી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સાથે ગણપતિ મહોત્સવની ઉજવણી કરે છે.
વિસનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગણપતિ મહોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ ગણપતિ બાપાની આરાધના કરવામાં આવે છે. જેમાં ગણપતિ મહોત્સવમાં વડુ ગામે ગણપતિ યુવક મંડળ દ્વારા છેલ્લા 2 વર્ષથી ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ દિવસમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યકમો, લોક ડાયરો, રાસ ગરબા સહિત યુવાનો ભેગા મળી રમતો રમી ઉજવણી કરે છે. ગામના લોકો પણ ઉત્સાહપૂર્વક ભાગ લે છે.