
ઊંઝાના ઐઠોર ગામમાંથી તીનપત્તી જુગાર રમતા જુગારીયો ઝડપાયા
ઉનાવા પોલીસ ઐઠોર ગામમાં ચોથ નિમિત્તે ગણપતિ મંદિર આજુબાજુ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ઐઠોરના વાલમિયાપુરા બાજુમાં પ્રાથમિક શાળા તરફ ઈસમો પોતાના આર્થિક ફાયદા સારું તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા. જે ઉનાવા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી.
પોલીસ રેડ કરતા જુગાર રમતા જુગારીયો ઝડપાયા હતા અને જગ્યાએ તપાસ કરતા અને તમામની ઝડતી કરતા રૂપિયા 10,970નો મુદ્દામાલ પકડાયો હતો. જેમાં નામ પુછતા નાઈ દિનેશ, ઠાકોર વિજય, ઠાકોર જયંતી, ઠાકોર ઈશ્વર અને પરમાર અરવિંદ આ તમામ ઐઠોર ગામના હોવાનું જાણવા મળ્યું હતું. જે પોલીસે અટકાયત કરીને આઈપીસી સેક્શન કલમ 12 મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.