મહેસાણામાં એબી ટાવરની ગલીમાંથી યુવકની શંકાસ્પદ લાશ મળતા ચકચાર

મહેસાણા
મહેસાણા

મહેસાણા : મોઢેરા ચોકડી પાસે આવેલા એબી ટાવરની ગલીમાં યુવકનો અવાવરું જગ્યાએ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જ્યારે તેની જાણ એક જાગૃત નાગરિક દ્વારા પોલીસને કરવામાં આવતા મહેસાણા બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના પોકેટમાંથી મળી આવેલા કાર્ડ આધારે મૃતક બલોલ ગામનો ૨૮ વર્ષીય વિશાલ બચુભાઇ પટેલ નામનો યુવાન હોવાની હકીકત સામે આવી હતી. જે બાદ પોલીસે મૃતકના પરિવારને બનાવ અંગે જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.