મહેસાણાની મંડાલી ચોકડી પરથી પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂ સહિત ત્રણને ઝડપ્યા

મહેસાણા
મહેસાણા

રાજસ્થાનથી આવતો વિદેશી દારૂ અમદાવાદ કે અન્ય જગ્યા પર પહોંચાડવા માટે મુખ્યત્વે મહેસાણા હાઇવે પસંદ કરવામાં આવે છે.જોકે આ એક માત્ર મુખ્ય હાઇવે છે.જ્યાં અત્યાર સુધીમાં અઢળક વિદેશી દારૂ ભરેલ ગાડીઓ અને અન્ય વાહનોને પોલીસે ઝડપયા છે.ત્યારે મહેસાણા તાલુકાના લાઘણજ પોલીસે પણ બાતમી આધારે અમદાવાદ જતો વિદેશી દારૂ ભરેલ ગાડી મંડાલી ચોકડી નજીક ઝડપી પાડી કુલ 4.91 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

લાઘણજ પોલીસને બાતમી મળી હતી કે મંડાલી થઈ ને વિદેશી દારૂ ભરેલી ગાડી અમદાવાદ જનાર છે.બાતમી આધારે પોલીસે મંડાલી હાઇવે પર વોચ ગોઠવી હતી.એ દરમિયાન GJ12CG6044 નમ્બર ની ગાડી આવતા પોલીસ રોકાવી હતી.જેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.તેમજ ગાડી માંથી ત્રણ ઈસમો ને પોલીસે ઝડપી લીધા હતા.પોલીસે ગાડી માંથી 86,865 કિંમતનો વિદેશી દારૂ,એક ગાડી કિંમત 4,00,000,.બે ફોન કિંમત 5,000,.મળી કુલ 4,91,856 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તેમજ ગાડીમાં સવાર રહેલા સુરેશ કુમાર હડમાના રામ જાટ,શ્રી રામ ગણેસારામ જાટ,રાજેશ કુમાર ચોલારામ જાટ ને ઝડપી અન્ય આરોપી જગદીશ જાટ ને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.