
ઊંઝામાં મિત્રોએ સામસામે તલવાર અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો, પોલીસે સામસામે ફરિયાદ નોંધી
ઊંઝામાં રહેતા રાવળ સુહાગ, રાવળ દર્શન, અક્ષય પટેલ, જયેશ પટેલ આ ચારેય જણાઓ રાત્રે કારવાન હોટેલ ઉપર જમવા માટે સ્વિફ્ટ ગાડી લઈને નીકળ્યા હતા. ઊંઝા નેશનલ હાઇવે ઉપર આવેલ કારવાન હોટેલ બંધ હોવાથી આગળ જવાની ના પાડતા અક્ષય પટેલ ઉશ્કેરાઈ અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ અક્ષય પટેલને આ બાબતને લઈને ગાડીમાંથી નીચે ઉતારી જયેશ પટેલ અને સુહાગ રાવળ બન્ને જણા ઘરે આવી ગયા બાદ અક્ષય પટેલે મનદુઃખ રાખીને સુહાગ રાવળના ઘરે જઈને મનફાવે એમ ગાળો બોલી અને ઘરની બહાર બોલાવી લોખંડ પાઇપ વડે હુમલો કર્યો હતો.
ત્યારબાદ આજુબાજુ લોકો ભેગા થઇ જતા અક્ષય પટેલે જતા જતા સુહાગ રાવળને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. ત્યારબાદ ઊંઝા સિવિલ હોસ્પિટલના ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે પાટણ ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા આવ્યો હતો. જેમાં ઊંઝા પોલીસને જાણ કરતા પટેલ અક્ષય દિનેશભાઇ, પટેલ દિનેશભાઇ ઉપર આઈ પી સી કલમ 323,324,504,506(2),114 અને 135 મુજબનો ગુન્હો દાખલ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથધરી હતી.
વધુમાં અક્ષય પટેલને કારવાન હોટેલ બન્દ હોવાથી બોલાચાલી થતા ગાડીમાંથી નીચે ઉતારી દેતા અક્ષય પટેલે એમના મિત્ર સતિષ ઠાકોરને લેવા માટે બોલાવેલ ત્યારબાદ સુહાગ રાવળની ગાડીમાં મસાલા પડી રહ્યા હોવાથી અક્ષય પટેલે ફોન કરીને મસાલા એક જગ્યાએ મુકવાનું કહ્યું હતું. જેમાં અક્ષય પટેલ અને સતીશ ઠાકોર બન્ને જણા ઊંઝા પહોંચ્યા હતા. ત્યારે સુહાગ રાવળ જગ્યાએ હાજર હતો. ત્યાં પહોંચતા જ અક્ષય પટેલને ધોકા વડે માર મારેલ અને સુહાગ રાવળ ઉશકેરાઈ ગરેથી તલવાર લઇ આવેલ અને હુમલો કરતા ઈજાઓ થઇ હતી. જેમાં આજુબાજુના લોકો ભેગા થઇ જતા સુહાગ રાવળ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બયુલન્સ બોલાવીને ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર અર્થે મહેસાણા દીપ આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે ઊંઝા પોલિસને જાણ કરતા ઊંઝા પોલીસે (1)સુહાગ રાવળ (2) દર્શન રાવળ, ઉપર આઈ પી સી કલમ 323,324,506(2),504,114 અને 135 મુજબનો પોલીસે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથધરી હતી.