ઊંઝામાં નગરપાલિકા પરિવાર દ્વારા નિઃશુલ્ક રોપા વિતરણ કરવામાં આવ્યું
ઊંઝા નગરપાલિકા પરિવાર દ્વારા આજરોજ ઊંઝા નગરપાલિકા કમ્પાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઊંઝા નગરના લોકોને નિઃશુલ્ક રોપા આપવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં કોઈપણ પ્રકારના રોપા વાવવામાં આવે તો એ સુકાઈ જતા નથી અને જલ્દીથી વિકાસ થાય છે. ઊંઝા નગરપાલિકા પરિવાર દ્વારા આજરોજ રોપા વિતરણ કાર્યક્રમમાં, જેવા અન્ય ગણા પ્રકારના રોપા લાવવામાં આવ્યા હતા. જેમાં ઊંઝા નગરપાલિકા કર્મચારી તેમજ નગરપાલિકા પ્રમુખ અને ઊંઝા apmc ચેરમેન દિનેશભાઇ પટેલ, ઊંઝા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રમુખ તેમજ ઊંઝા નગરજનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.