ઉનાવાના યુવક સાથે લગ્નની લાલચે છેતરપિંડીઃ બે મહીલા સહીત ત્રણ સામે ગુનો દાખલ

મહેસાણા
મહેસાણા 142

રખેવાળ ન્યુઝ ઉંઝા : ઉંઝા નજીકના ઉનાવા ગામે રહેતા એક પાટીદાર યુવકને છોકરીનો ફોટો બતાવી લગ્ન કરાવવાના બહાને ૯૩ હજારની રકમ પડાવીને છેતરપિંડી કર્યા બાબતે બે મહિલા અને પુરૂષ મળી ત્રણ ઈસમો વિરૂધ્ધ ઉનાવા પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલ છે. વિગત એવી છે કે ઉનાવા ગામે ભદ્રકાળી માતાના ચોક પાસે માધવપરૂમાં રહેતા અને ખેતી કામ કરતા કલ્પેશકુમાર ત્રિભોવનભાઈ પટેલના લગ્ન થયેલ ન હોઈ અવાર નવાર અમદાવાદ જતા હતા જ્યા આજથી બે અઢી વર્ષ પૂર્વે અમિત સુલેમાન પરમાર રહે. જશોદાનગર અમદાવાદ સાથે મિત્રતા થઈ હતી. અને લગ્ન માટે કોઈ છોકરી હોય તો જણાવશો તેવી વાત થયેલ. જેથી બે માસ ઉપર વોટસઅપ પર એક છોકરીનો ફોટો મુકી લગ્ન માટે જણાવેલ. આ ફોટાવાળી છોકરી પસંદ પડતાં લગ્ન કરવાનું કહ્યું હતું. આથી ગત તા.રર જુલાઈ ર૦ર૦ ના રોજ મિત્ર અમિત પરમાર અને તેના મિત્ર દિનેશ પાનેકર સાથે ભરૂચ જિલ્લાના અંદાડા ગામે ગયેલા. જ્યાં એક ઘેર ફોટાવાળી છોકરી એક પુરૂષ અને એક મહિલા હાજર હતી. અને છોકરી બતાવી હતી. જેનું નામ પ્રતિક્ષા નિકુંજભાઈ પટેલ હોવાનું જણાવેલ. બાદ ઉપરોક્ત ચારેય જણા ઉનાવા આવ્યા હતા. આ સમયે પ્રતિક્ષાના કહેવાતા મામા વિપુલભાઈ પટેલને ૬૦ હજાર આપ્યા હતા. જેની પ્રોમિસરી નોટ બનાવી હતી. ત્યારબાદ સંબંધ રાખવા માટે વધુ પૈસાની માગણી કરતાં આંગડીયા મારફતે મોકલી આપેલ. આમ કુલ ૯૩ હજાર રૂપિયા લગ્નના બદલે લઈ લગ્ન નહીં કરાવીને યુવક સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં યુવકે ઉનાવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ બાબતે પોલીસે નિકુંજ કાશીરામ પટેલ(સાકરીયા) રહે. સબલપુર તા.વડનગર જી.મહેસાણા, ભાવનાબેન કનુભાઈ પંચાલ રહે. ક્ંસીયા તા. અંકલેશ્વર પ્રતિક્ષા નિકુંજભાઈ પટેલ રહે. ક્ંસીયા તા.અંકલેશ્વર જી.ભરૂચ વિરૂધ્ધ ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.