વિજાપુરની પરિણીતા પર પૂર્વ પ્રેમીએ ભાવનગર લઈ જઈ દુષ્કર્મ આચર્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણાના વિજાપુર પંથકમાં પરિણીતાને તેનો પૂર્વ પ્રેમી ભગાડી ગયો હતો. જે બાદ ભાવનગર લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેની ફરિયાદ વિજાપુર પોલીસ મથકમાં નોંધવામાં આવી છે. જેને લઈ ચકચાર મચી છે. પોલીસે હાલ બે આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણાના વિજાપુરના એક ગામની 30 વર્ષીય પરિણીતાને મહાદેવપુરના વિનોદ પટેલ સાથે આઠ વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્રણ વર્ષ પહેલા પરિણીતા તેના પ્રેમી વિનોદ પટેલ સાથે ભાગી ગઈ હતી. ત્યારે પ્રેમીકાએ વિનોદને પોતાના દાગીના આપ્યા હતા. બાદમાં પ્રેમિકાએ પ્રેમી પાસે દાગીના માંગતા પ્રેમીએ દાગીના પાછા ના આપી વિશ્વતઘાત કર્યો હતો.

એક વર્ષ પહેલાં પરિણીત પ્રેમિકાએ પ્રેમ સંબંધ રાખવાની મનાઈ કરી હતી. તેમ છતાં 15 નવેમ્બરના રોજ પરિણીત મહિલા પોતાના ખેતરમાંથી પસાર થતી હતી એ દરમિયાન પ્રેમી વિનોદ પટેલ, તેનો મિત્ર પટેલ મિન્ટુ એક્ટિવા લઇ આવી જબરદસ્તીથી પ્રેમિકાને એક્ટિવા વચ્ચે બેસાડી વિજાપુર મકરાણી દરવાજા લાવ્યાં હતા. ત્યાંથી રિક્ષામાં બેસાડી અમદાવાદના પાલડીથી બસમાં ભાવનગર લઈ ગયા હતા.

પ્રેમી વિનોદ પટેલ ભાવનગર ખાતે રહેતા તેના મિત્ર મંથન પટેલના ઘરે પરિણીત પ્રેમિકાને લઈ ગયો હતો. જ્યાં પ્રેમી વિનોદ પટેલે પરિણીતા પર બેથી ત્રણ વખત તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જેને લઈ પ્રેમિકાએ પૂર્વ પ્રેમી વિનોદ પટેલ અને મિત્ર પટેલ મિન્ટુ સામે આઈપીસી કલમ 376 (1), 365, 406, 114 મુજબ વિજાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.