ચૂંટણી:તા.પં. પ્રમુખ, ઉ. પ્રમુખ અને કા. ચેરમેન તેમના વિસ્તારમાંથી ચૂંટણી નહીં લડી શકે

મહેસાણા
મહેસાણા 176

મહેસાણા તાલુકા પંચાયત ની આગામી ચૂંટણી માટે 32 બેઠકો પૈકી 29 બેઠકોના પ્રકાર બદલાયા છે. જેમાં મગુના, મેંઉ,એવું મોટીદાઉ- 2 આ ત્રણ બેઠકો બિન અનામત સામાન્ય હતી તે આગામી ચૂંટણી માટે સામાન્ય સ્ત્રી માટે અનામત થતાં વર્તમાન તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન આ વિસ્તારમાંથી ચૂંટણી લડી શકશે નહીં તેમને વિસ્તાર બદલવો પડશે કે પછી પત્ની કે પરિવારમાંથી મહિલા સદસ્યને ચૂંટણી મેદાનમાં ઉતારવા પડશે. મહેસાણા તાલુકા પંચાયતમાં મગુના બેઠક પરથી ચૂંટાયેલા ડેલીગેટ વિનુભાઈ ઝાલા પ્રમુખ છે, મેઉ બેઠક બેઠક પરથી ચૂંટાયેલા પ્રતાપજી ઠાકોર ઉપ પ્રમુખ છે અને મોટી દાઉ- 2 બેઠક પરથી ચૂંટાયેલા સુરેશભાઈ પટેલ કારોબારી ચેરમેન છે. આ ત્રણે બેઠકો વર્ષ 2015માં બિન અનામત સામાન્ય હતી. હવે આગામી ચૂંટણી માટે નક્કી કરાયેલા બેઠક પ્રકારમાં આ ત્રણેય બેઠકો સામાન્ય સ્ત્રી માટે ફાળવવામાં આવી છે . મહેસાણા તાલુકા પંચાયતના વર્તમાન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શાંતિલાલ પણ વર્તમાન ટર્મમા દેદિયાસણ ની અનુસૂચિત જાતિ સામાન્ય બેઠક થી ચૂંટાયા હતા. તેમની બેઠક ના પ્રકારમાં પણ બદલાવ આવ્યો છે ,હવે સામાન્ય સ્ત્રી બેઠક થતા દેદિયાસણ બેઠકથી લડી શકશે નહીં, તેમણે બેઠક બદલવી પડશે કે પછી પરિવારમાંથી ચૂંટણી લડવા ઉતારવા પડશે એવો ઘાટ સર્જાયો છે. રામોસણા, સામેત્રા અને વડસ્મામાં ફેરફાર નહીં રામોસણા બેઠક પરથી ચૂંટાયેલા મહેસાણા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ભાવેશ પટેલ, સામેત્રા બેઠક પર પણ કોંગ્રેસના ડેલિગેટ પ્રકાશભાઈ ચૌધરી તેમજ વડસ્મા બેઠક પરથી ભાજપના ચૂંટાયેલા ડેલીગેટ હરેશ રાજપૂત એમ ત્રણેય બેઠકો બિન અનામત સામાન્ય હતી જે આગામી ચૂંટણી માટે પણ આ બેઠકો બિન અનામત સામાન્ય વર્ગની રહી છે. આ ત્રણ ડેલીગેટોને વિસ્તારમાં બેઠક પ્રકાર ના બદલાતા ચૂંટણી લડવા અનુકૂળ બની રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.