
અમદાવાદ જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલો આરોપી ઝડપાયો
અમદાવાદ મધ્યસ્થ જેલમાં હત્યા કેસમાં સજા ભોગવતો બેચરાજી તાલુકાના ડેડાણા ગામનો આરોપી જેલમાંથી પેરોલ મેળવ્યા બાદ ફરાર થઇ ગયો હતો.તેમજ જેલમાં પરત ફર્યો નહોતો જે આરોપી અંગે બાતમી મળતા મહેસાણા પેરોલ ફ્લો ટીમના માણસો એ આરોપીને સમી તાલુકાના દાઉદપુરા થી ઝડપી ફરી એકવાર જેલ હવાલે કર્યો હતો.બેચરાજી તાલુકામાં આવેલા ડેડાણા ગામે રહેતા ભરવાડ જકસીભાઈ સામે બેચરાજી પોલીસમાં કલમ 302 અંતર્ગત ગુનો નોંધાયો હતો.તેમજ આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાં સજા ભોગવતો હતો.જે આરોપી જેમાં પેરોલ મેળવી 23 ફેબ્રુઆરી 2023ના રોજ વાંચગાળાના જમીન પર બહાર આવ્યો હતો.અને સમય સર જેલમાં રજા પૂર્ણ થયા બાદ હાજર થવા ને બદલે ભાગી ગયો હતો
જે આરોપી સમી તાલુકાના દાઉદપુરાના ભરવાડ જલાભાઈના બોર પર હોવાની બાતમી મહેસાણા પેરોલ ફ્લોના પી.એસ.આઈ એમ.પી.ચૌધરીની ટીમના માણસોને બાતમી મળતા પોલીસે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો.ત્યારબાદ તેણે મહેસાણા લાવી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.