
વધુ વરસાદના કારણે અજમેરથી દાદરવાળી ટ્રેન રાત્રી દરમ્યાન ઊંઝા રોકાઈ
વરસાદના કારણે અજમેરથી દાદરવાળી ટ્રેન રાત્રી દરમ્યાન ઊંઝા રોકાઈ હતી. જેમાં મુસાફરોની સહાયતા માટે લાયન્સ ક્લબ ઊંઝા દ્વારા મદદ કરવામાં આવી હતી.વધુ પડતા વરસાદના કારણે અજમેરથી દાદરવાળી ટ્રેન રાત્રે 02:00 વાગ્યાથી ઊંઝા રેલવે સ્ટેશન પર આશરે 9:00 કલાક રોકાઈ હતી. જેમાં મુસાફરોની સહાયતા માટે લાયન્સ ક્લબ ઊંઝા દ્વારા ઊંઝા APMCના ચેરમેનશ્રી દિનેશભાઈ પટેલને જાણ કરતાં તરત જ આશરે 2000 પ્રવાસીઓને APMC ઊંઝા દ્વારા ચા-પાણી, બિસ્કીટ અને કેળાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ઊંઝા રેલવે જંક્શન પર રોકાયેલ અજમેર અને દાદરવાળી ટ્રેનમાં 2000 પ્રવાસીઓની સહાયતા માટે લાયન્સ ક્લબ ઊંઝા અને ઊંઝા APMC ચેરમેન દિનેશભાઇ પટેલ દ્વારા તાત્કાલિક જંક્શન ઉપર પહોંચી સહાયતા કરી હતી. જેમાં માનવતાની ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વધુ વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. જેને લઈને વાહનો પણ અટવાયા હતા.