ઉઝા ખાતે બજરંગ દળ શૌર્ય યાત્રાનું પ્રસ્થાન : જિલ્લાના ગામડાઓમાં પરિભ્રમણ કરશે

મહેસાણા
મહેસાણા

વિશ્વમાં ભારત દેશ સૌથી યુવા દેશ છે. આજની હિન્દુ યુવાન આપણા રાષ્ટ્રનો શક્તિ કેન્દ્ર છે. શ્રી રામજન્મ ભૂમિ મુક્કી આંદોલનનાં ગર્ભમાંથી વિશ્વ હિન્દુ પરિષદના યુવા સંગઠન તરીકે બજરંગદળનો ઉદય તા.૦૮ ઓકટોબર ૧૯૮૪ માં થયો. વિશ્વ હિન્દુ પરિષદના ૬૦ વર્ષ એટલે કે ષષ્ટિપૂર્વીના સંતોના આહવાન ઉપર આજે બજરંગદળ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન સમધ્ય ભારત દેશમાં થયું છે. તા.૩૦ સપ્ટેમ્બર થી ૧૪ ઓક્ટોબર ૨૦૨૦ સુધીમાં ભારત ભરમાં બજરંગદળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન થયું છે.

સને ૧૯૯૨ માં બાબરી ધ્વંશ કરીને ગીતા જયંતીના દિવસે બજરંગદળે આ દેશનું શાયં જાગૃત કર્યું હતું તે દિવસને આપણે સૌ સૌર્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. માં, બહેનોની પુણ્ય ભૂમિની રક્ષા અને માં ભારતીની રક્ષા અને અજય રાષ્ટ્રના નિર્માણમાં એનો મહત્વનો ફાળો રહ્યો છે. એના ભાગ રૂપે મહેસાણા જિલ્લામાં આ શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન થયું છે. જેનું પ્રસ્થાન ઊંઝા પ્રખંડ થી કરવામાં આવ્યું જે જિલ્લાના અલગ અલગ પ્રખંડના ગામડાઓમાં પરિભ્રમણ કરશે. જેમાં જિલ્લા તેમજ વિભાગના વિશ્વ હિન્દુ પરિષદના અધિકારીઓં તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.