
મહેસાણામાં વાસી ઉતરાયણ પર થયેલી તકરારમાં વૃદ્ધની હત્યા કરનારા 4 આરોપીના રેગ્યુલર જામીન કોર્ટ ફગાવ્યાં
મહેસાણા શહેરમાં માનવ આશ્રમ સર્કલ નજીક આવેલી ઉમાનગર સોસાયટી વાસી ઉતરાયણના દિવસે પતંગના પેચ લગાવવા મામલે બે પક્ષ વચ્ચે તકરાર થઈ હતી. જેમાં 62 વર્ષીય નાગજીભાઈ નામના વૃદ્ધને ચાર શખ્સોએ માથાના ભાગે લોખંડની પાઇપો ફટકારતા તેઓને ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું. જે કેસમાં પોલીસે વનરાજ બાબુજી ઠાકોર, હરેશ કેશવલાલ રાવળ, ચિરાગ હરેશભાઈ રાવળ,બોબી હરેશભાઇ રાવળ અને સુનિલ રમેશચંદ્ર વ્યાસ સામે ગુનો નોંધી પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.
આ દરમિયાન રમેશ વ્યાસ સહિત ચાર આરોપીઓને રેગ્યુલર જામીન માટે મહેસાણા સેશન્સ કોર્ટમાં અરજી કરતા કોર્ટ સરકારી વકીલની દલીલો આધારે ચારેય આરોપીની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી.