વડનગર સિવિલના વિવાદાસ્પદ સુપ્રિન્ટેન્ડેન્ટની ધારપુર બદલી કરાતાં ખળભળાટ મચી
વડનગર સિવિલમાં સુપ્રિન્ટેન્ડેન્ટ અને ડીન તરીકે ફરજ બજાવતા ર્ડા.મુકેશ દિનકરની જોહુકમીથી દર્દીઓ સહિત કેટલાક કરાર આધારિત કર્મચારીઓમાં નારાજગી હતી.
વડનગર તા.પં. પ્રમુખ પરેશભાઈ પટેલ,નગરસેવક ગીરીશભાઈ સહિત કેટલાક પદાધિકારીઓએ ર્ડા. મુકેશ દિનકરની બદલી કરવા સાંસદથી માંડી આરોગ્ય મંત્રી સુધી રજૂઆતો કરતાં સરકાર દ્વારા 11 મે ના રોજ દિનકરની ધારપુર સિવિલમાં બદલી કરાઈ હતી.તેમની જગ્યાએ ધારપુર પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ર્ડા.મનિષ રામાવતને વડનગર કોલેજના ડીન અને વડનગર કોલેજના ર્ડો ફાલ્ગુની શાહને વડનગર સિવિલના તબીબી અધિક્ષક તરીકેનો હવાલો સોંપાયો હતો.