ઉંઝા કોંગ્રેસ કાર્યાલય તોડફોડ મુદ્દે આવેદનપત્ર સુપ્રત કરાયું : જવાબદારો સામે ફરીયાદ નોંધવા માંગ

મહેસાણા
મહેસાણા

લોકસભામાં ઈન્ડિયા ગઠબંધનનાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે કેટલાક કથિત અસામાજીક તત્વો દ્વારા તોડફોડ કરી પથ્થરમારો કર્યો હતો અને પોલીસ દ્વારા માત્ર કોંગ્રેસ કાર્યકરો ઉપર લાઠીચાર્જ કર્યો હતો. ભાજપના તેમજ કેટલાક કથિત અસામાજીક તત્વો દ્વારા થયેલા હુમલા બાદ પણ તેમની સામે પોલીસ કાર્યવાહી ન કરેલી તેમજ વિધાનસભા ઉપનેતા શૈલેષભાઈ પરમારને અસંવૈધાનિક રીતે કાર્યાલયમાંથી ઢસડી જઈને ડીટેઈન કરીને લોકતાંત્રિક મુલ્યોનું હનન કરી અપમાનિત કર્યા હતા.

આ મામલે ઉંઝા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, કારોબારી અને કાર્યકરો દ્વારા ઉંઝા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું‌. કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. મામલતદાર વતી નાયબ મામલતદારે આવેદનપત્ર સ્વીકારી મહામહિમ ગુજરાત સરકારનાં રાજપાલને મોકલી આપવા જણાવ્યું હતું.

ઊંઝા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, લોકસભામાં વિરોધપક્ષના નેતા અને ઈન્ડિયા ગઠબંધનના સહયોગથી ૧૮મી લોકસભાનું અભિવાદન કરી રહેલા રાહુલ ગાંધી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હિન્દુત્વનો કાર્ડ લઈ ફરી રહ્યા છે. ત્યારે હિન્દુ કદી હિંસક હોય નહીં તેવું નિવેદન સત્તા પક્ષને માફક ન આવતાં તેના વિરોધમાં અમદાવાદ ખાતે કોંગ્રેસ કાર્યાલય ઉપર કરેલો હુમલો ગેર બંધારણીય છે. અને તેમાં વિધાનસભા ઉપનેતા શૈલેષ પરમાર સાથે પોલીસે કરેલું બેહુદુ વર્તન વખોડવા લાયક હોઈ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં ભરવા આદેશ કરવા બાબત તેમજ કૉંગ્રેસ પક્ષના નેતા અને અમદાવાદ એ.એમ.સી. વિપક્ષ નેતા શહેઝાદ શેખ સહિત ટોળા સામે ફરિયાદ નોંધતાં ધરપકડ કરી પરંતું હેડક્વાર્ટર ઉપર હુમલો કરવા આવેલા કથિત અસામાજીક તત્વો સામે ફરિયાદ નોંધી નથી તે બાબતે સી.સી. કેમેરામાંથી ટોળાને શોધી જવાબદાર તત્વો સામે ફરિયાદ નોંધાવી જોઈએ તેવી માંગ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.