સતલાસણામાં વારંવાર બળજબરીથી દુષ્કર્મ આચરતાં યુવતિ ગર્ભવતિ બની, ઇસમ સામે ફરીયાદ

મહેસાણા
મહેસાણા

સતલાસણા તાલુકાના એક ગામે યુવતિ સાથે અવાર-નવાર દુષ્કર્મ થયાની ઘટના સામે આવી છે. આરોપી ઇસમે યુવતિની મરજી વિરૂધ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધતાં યુવતિ ગર્ભવતિ બની હતી. આ તરફ સોમવારે મધરાત્રે આરોપી ઇસમે યુવતિના ઘરે જઇ છરીની અણીએ મરજી વિરૂધ્ધ ફરી એકવાર દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે યુવતિએ બુમાબુમ કરતાં ઇસમે જતાં-જતાં આ બાબતે ફરીયાદ કરી તો તેને અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે યુવતિએ ઇસમ સામે સતલાસણા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મહેસાણા જીલ્લાના સતલાસણા ગામે યુવતિ સામે દુષ્કર્મની ઘટના સામે આવી છે. તાલુકાના એક ગામે યુવતિને ડરાવી-ધમકાવી સ્થાનિક ઇસમે અવાર-નવાર દુષ્કર્મ આચરતાં તે ગર્ભવતી બની હતી. આ તરફ તા.29 માર્ચને સોમવારે રાત્રે અઢી વાગ્યા આસપાસ ઇસમ છરી જેવા હથિયાર સાથે યુવતિના ઘરે પહોંચ્યો હતો. જ્યાં ફરી એકવાર યુવતિની મરજી વિરૂધ્ધ ઇસમે બળાત્કાર ગુજાર્યો હતો. જોકે યુવતિએ બુમાબુમ કરતાં ઇસમે જતાં-જતાં યુવતિ અને તેના પરિવારના સભ્યોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાતમાં અગાઉ પણ દુષ્કર્મની ઘટનાઓ સામે આવ્યા બાદ આજે સતલાસણા તાલુકાના ગામે ઘટના સામે આવી છે. તાલુકાના ગામની યુવતિને સ્થાનિક ઇસમે ડરાવી-ધમકાવી બળજબરીથી દુષ્કર્મ આચરતાં યુવતિ ગર્ભવતી બની હતી. આ તરફ સ્થાનિક ઇસમે ગત સોમવારે મધરાત્રે યુવતિના ઘરે પહોંચી છરીની અણીએ દુષ્કર્મ આચર્યુ હતુ. ઘટનાને લઇ સતલાસણા પોલીસ મથકે આરોપી ઇસમ સામે આઇપીસી કલમ 376(2)(N), 506(2) અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.