
મહેસાણાના રાધનપુર રોડ અને મોઢેરા ચાર રસ્તા પરના બંધ ટ્રાફિક સિગ્નલો હવે ફરીથી કાર્યરત થશે
મહેસાણા શહેરમાં રાધનપુર ચોકડી, મોઠેરા ચોકડી, માનવઆશ્રમ અને ગોપીનાળા નજીક સર્કલમાં વાહન નિયમન માટે દશકા પહેલા પાલિકા એજન્સીરાહે લગાવેલા ટ્રાફિક સિગ્નલો થોડા સમયમાં ખોટવાયા પછી ફરી ચાલુ કરાયા અને સંચાલન માટે પોલીસ હવાલે કરાયા હતા.
પરંતુ ત્યારપછી પણ વર્ષોથી આ ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં પડ્યા છે. ત્યાં મુખ્ય રસ્તાઓમાં વધતી વાહનોની સતત ભરમાર અને રોડ પહોળા બનતા વાહન ટ્રાફિક નિયંત્રણ માટે ફરી પોલીસ તંત્ર દ્વારા પાલિકાના સંકલન સાથે ટ્રાફિક સિગ્નલો શરૂ કરાવા પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી છે. ગુરુવારે પોલીસ વડાની અચલ ત્યાગીની સૂચનાથી મહેસાણા પાલિકામાંથી શહેરમાં અગાઉ નંખાયેલ ટ્રાફિક સિગ્નલ અંગે માહિતી મેળવી હતી.