મહેસાણામાં ખાણી-પીણીના સ્ટોલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ

મહેસાણા
મહેસાણા

મહેસાણા નગરપાલિકા દ્વારા બે દિવસ સુધી શહેરના જુદાજુદા વિસ્તારમાં ખાણીપીણીના સ્ટોલ અને રેસ્ટોરન્ટ સહિત 40 જેટલા એકમો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 60 કિલો બટાટા, 50 લીટર દૂષિત પકોડીનું પાણી, 45 કિલો ચટણી સહિતનો વાસી ખોરાકના જથ્થોનો નાશ કરવામાં આવ્યો હતો. જવાબદાર એકમો સામે કુલ 14,800 નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

મહેસાણા પાલિકા વિસ્તારમાં ખાણી પીણી માટે અનેક સ્ટોલ લાગેલા છે. જોકે ખાણી પીણી માટેની જગ્યાઓ પર સ્વચ્છતા અને લોકોના આરોગ્યનું ધ્યાન રાખવામાં ન આવતું હોવાની વિગતો ધ્યાને આવતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું.

મહેસાણા શહેરમાં આવેલ નાની મોટી લારીઓથી લઇ નામાંકિત ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટની તપાસ કરતા કેટલીક જગ્યાએ બટાટા, તેલ, લોટ, શાકભાજી સળી ગયેલી હાલતમાં મળી આવ્યાં હતા. તેમજ ખાણી પીણીના સ્થળ પર અને રસોડામાં ગંદકી અને જીવ જંતુઓ સામે આવ્યાં હતા. આ ઉપરાંત વિવિધ વાસણો પણ ગંદકીવાળા મળી આવ્યાં હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમ ઉભું કરતા ઝડપાઇ આવેલા ખાણી પીણીના સ્ટોલ અને રેસ્ટોરન્ટ ધારકો સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરી તમામ વાસી ખોરાકનો નાશ કરાયો હતો. જ્યારે ગંદકી મામલે દંડ વસુલાત કરવામાં આવ્યો હતો.

મહેસાણા પાલિકા શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલા ખાણી પીણીના એકમો પર તપાસ કરી વાસી ખોરાક અને ગંદકી જોવા મળતા દંડ ફટકારી રહી છે. ત્યારે લોકોના જણાવ્યાં પ્રમાણે તંત્ર નાના એકમો સામે કાર્યવાહી કરી રહી છે એ સારી બાબત છે પણ મહેસાણા શહેર વિસ્તારમાં આવેલ મોટી હોટલ તમેજ મોટા ફૂડ કોર્ટ પર તંત્ર તપાસ ક્યારે કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.