
મહેસાણામાં અટલ ભુજલ યોજના અંતર્ગત જળ સુરક્ષા આયોજનનું અસરકારક અમલીકરણ માટે શિબિર યોજાઈ
જળ સુરક્ષા યોજના અને તેના અમલીકરણ માટે મહેસાણા ખાતે શિબિર યોજવામાં આવી જેમાં 25 ગામના જળ સમિતિના સભ્યો તેમજ ગામના આગેવાનો, ખેડૂતો,જોડાયા હતા. તેમજ ગુજરાત જળ સંપત્તિ નિગમના કાર્યપાલક ઈજનેર એન.કે.જોશી,DSC સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મોહન શર્મા,એક્સીસ બેન્કના હિરેન જોષી,કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ભરત પટેલ તથા જીજીઆરસી ના એરિયા મેનેજર યોગેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણાના રામપુરા પાસે અટલ ભુજલ યોજના અંતર્ગત સીબીર યોજવામાં આવી.જેમાં ગ્રામ્ય લેવલે બનાવવામાં આવેલ કમિટી,સરપંચો,ખેડૂતો અને અટલ ભુજલ યોજના સાથે જોડાયેલ એનજીઓ અને સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ માં ભૂગર્ભ જળ સ્તર સતત ઘટી રહ્યા છે.જેણે લઇ કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં અટલ ભુજલ યોજના મારફતે ગ્રામ્ય કક્ષાએ સર્વે કરી પાણીના સ્તર ઊંચા લાવવા ટિમો કામે લાગી છે.ત્યારે ગામડે ગામડે શિબિરો યોજવામાં આવી રહી છે.લોકોને પાણી નું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે.તેમજ ખેડૂતો ને સુક્ષમ ખેતી માટે ચાલતી યોજનાઓ અંગે આ શિબિરમાં માહિતી અપાઈ હતી.મહેસાણા જિલ્લામાં પણ દિવસે ને દિવસે ભૂગર્ભ જળ સતત ઘટી રહ્યા છે તે પણ એક ચિંતાનો વિષય બની રહ્યો છે.
એન કે જોષી DPMU નોડલ ઓફિસર ભાસ્કર ને જણાવ્યું જણાવ્યું કે આજ રોજ અટલ ભુજલ યોજના અંતર્ગત સેમિનાર યોજવામાં આવ્યો.જેમાં દરેક ગામોમાં વોટર સિક્યુરીટી પ્લાનને અપડેટ કરવાનો છે.અગાઉ વોટર સિક્યુરિટી પ્લાન બનાવ્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા 31 માર્ચ 2023 સુધી જે વોટર સિક્યુરિટી પ્લાન અપડેટ કરવાની વાત કરી છે.જેથી આ પ્લાન મજબૂતી થી અપડેટ થાય.સારા પરિણામ થી મળે એ માટે ગામોમાં જોઈન્ટ મીટીંગ કરવામાં આવી હતી અને સમજ લોકોને આપવામાં આવી હતી.
હાલમાં વોટર સિક્યુરિટી પ્લાન જે બન્યા છે એમાં તળાવો ઊંડા કરવાના,ચેકડેમ રીપેરીંગ,જે તળાવ નર્મદા કે સુજલામ સુફલામ પાઈલ લાઈનથી ભરાયા છે.એ તળાવોમાં રિચાર્જ ટ્યૂબ વેલ બનાવવાની કામગીરી,દરેક ગામોમાં પીજોમીટર બનાવવાની કામગીરી,પાણી માપવાના ફ્લો મીટર લગાવાની કામગીરી,ગામના લોકો પોતાના ગામમાં કૂવામાં પાણીના લેવલ કેટલા એ જાણી શકે એવી પણ વ્યવસ્થા કરાઈ,આવા અલગ અલગ પ્રયોગ અટલ ભુજલ યોજનામાં કરવામાં આવી રહ્યા છે.
મોહન શર્મા એક્ઝિક્યુટિવ ડાયરેકટર એ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે ડેવલોપમેન્ટ સ્પોર્ટ સેન્ટર જે છે એ જિલ્લામાં કામ કરી રહી છે.જેમાં મહેસાણા અને ઊંઝાના 122 ગ્રામ પંચાયત સંસ્થા દ્વારા દોઢ વર્ષમાં ઘણું કામ કર્યું.ગામેગામ વોટર બજેટ બનાવ્યા,વોટર સિક્યુરિટી પ્લાન બનાવ્યા,ગામા કેટલું પાણી ઉપલબ્ધ છે,મોટા ભાગના ગામોમાં પાણીની ઘણી અછત છે.આવનર 3 વર્ષમાં અટલ ભુજલ યોજના હેઠળ DSC તેમજ સથી સંસ્થાઓ દ્વારા ગામા પાણીની ઉપલબ્ધતા વધારવી,ચેક ડેમ,તળાવ આ બધું કરી જુના સ્ટ્રક્ચર ને રીપેરીંગ કરી ,દરેક ખેડૂતને દરેક ઘરમાં પાણીની બચત માટે કોઈ પણ ટેક્નિક અપનાવે તેવી સમજ અપાઈ હતી.
આર.એમ પટેલ જાણવ્યું કે, ગુજરાતના 6 જિલ્લાના 36 તાલુકા અને 1873 ગ્રામપંચાયત માં અટલ ભુજલ યોજના અમલીકરણ છે.યોજનાનું 3જી વર્ષ ચાલી રહ્યું છે.યોજના અંતર્ગત વોટર સિક્યુરિટી પ્લાન્ટ બનાવવા કામગીરી પૂર્ણ કરી.ખેડૂતોને જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં સુક્ષમ સિંચાઈ ની કામગીરી ખૂબ ઓછી છે.સૂક્ષ્મ સિંચાઈ યોજનાનો મહત્તમ લાભ ખેડૂત લે.મહેસાણા જિલ્લામાં ભૂગર્ભ જળ ખુબજ નીચે જઇ રહ્યા છે.આપડે આ જળ જે સ્તર ઊંચા લાવવાની કામગીરી કરી રહ્યા છીએ.