વિજાપુરમાં બુલેટચાલકે કાબૂ ગુમાવ્યો, સ્લિપ થઇ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકનું મોત

મહેસાણા
મહેસાણા

વિજાપુરમાં બુલેટ બાઇક સ્લિપ થઇ જતાં ગંભીર ઇજાઓને કારણે ચાલકનું મોત થયુ છે. વિગતો મુજબ વિજાપુર તાલુકાના ગામે રહેતો યુવક પોતાનું બુલેટ લઇ સર્વિસ કરાવવા વિજાપુર જતો હતો. આ દરમ્યાન અચાનક વળાંકમાં બાઇકની સ્પિડ વધુ હોઇ તેને સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેમાં બાઇક ખેતરમાં કરેલ ફેન્સિંગના થાંભલા સાથે અથડાયુ હતુ. જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે વિજાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાના ધનપુરા (ઘાંટુ) ગામના યુવકનું અકસ્માતમાં મોત થયુ છે. ધનપુરા ગામનો ભાણો હર્ષ રમણભાઇ દરજી પોતાનું બુલેટ બાઇક લઇને ગઇકાલે સવારે સર્વિસ કરાવવા વિજાપુર જતો હતો. આ દરમ્યાન ધનપુરાથી ગોવિંદપુરા ગામમાં જવાના રોડ ઉપર વળાંક પાસે બુલેટ પુરઝડપે હોઇ તેને કાબૂ ગુમાવ્યો હતો. જેથી બાઇક સ્લિપ થઇ જતાં ખેતરના ફેન્સિંગના થાંભલા સાથે અથડાતાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક સારવાર અર્થે વિજાપુર ખસેડતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

વિજાપુર તાલુકાના ગામેથી પસાર થતાં બાઇક ચાલકનું મોત થતાં પરીજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ગઇકાલે સવારે બનેલી ઘટના બાદ મૃતકના મામા શૈલેષભાઇ સોમાભાઇ દરજી તાત્કાલિક વિજાપુર સિવીલ ખાતે દોડી આવ્યા હતા. જોકે ગંભીર ઇજાઓને કારણે હર્ષ દરજીનું મોત થયુ હોવાનું શૈલેષભાઇ સહિત પરીવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. સમગ્ર મામલે વિજાપુર પોલીસે આઇપીસી 304A, 279, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.