ઉનાવા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત ખેડૂત પેનલ તૂટી : હરેશભાઈ પટેલ વિજેતા

મહેસાણા
મહેસાણા 93

ઉનાવા એપીએમસીના ચેરમેન ભીખાભાઈ પટેલની હાર : કોંગ્રેસ પ્રેરિત માણસોને પ્રોત્સાહિત કરાયાના આક્ષેપો

(રખેવાળ ન્યૂઝ)ઊંઝા, 
ઊંઝા પાસે આવેલ ઉનાવા એપીએમસીની કુલ ૧૪ બેઠકો માટેની ચૂંટણી બુધવારે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. આ ચૂંટણીની મતગણતરી ગુરુવારે સવારથી ઉનાવા એપીએમસીના હોલ ખાતે શરૂ થઈ હતી. પ્રથમ ખેડૂત વિભાગની મતગણતરી શરૂ થઈ હતી. મતગણતરી પૂર્ણ થતાં પેનલમાં કસોકસ રહેતા છેવટે ભાજપ પ્રેરિત પેનલ તૂટી હતી. ઉનાવા એપીએમસીના ચેરમેન ભીખાભાઈ પટેલનો પરાજય થયો હતો. જયારે અપક્ષના હરેશભાઇ પટેલ વિજયી બન્યા હતા.
ઉનાવા એપીએમસી ખાતે ચૂંટણીના પરિણામને લઈ વહેલી સવારથી ખેડૂતો અને વેપારીઓમાં ભારે ઉત્સુકતા જાેવા મળી હતી. સવારે ઉનાવા એપીએમસીના હોલમાં મતગણતરી શરૂ થઈ હતી ખેડૂત વિભાગના ૬ રાઉન્ડ બાદ ભાજપ પ્રેરિત પેનલ તૂટી હતી. ઉનાવા એપીએમસીના ચેરમેન અને ચેરમેનના દાવેદાર ભીખાભાઈ પટેલનો પરાજય થયો હતો. જેઓએ હાર પાછળ દોષનો ટોપલો ઊંઝા ધારાસભ્યના માથે નાખ્યો હતો. તેમજ રીકાઉન્ટીગની માંગ કરી ફરીથી રીકાઉન્ટીગ કરાવ્યું હતું. ખેડૂત વિભાગમાં વિજયી ઉમેદવારોને તેમના સમર્થકોએ ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી. વેપારી વિભાગની મતગણતરી શરૂ થઈ હતી. ૨૫ રાઈન્ડ બાદ પરિણામ જાહેર થયું હતું. જેમાં પણ ભાજપ પ્રેરિત પેનલ તૂટતા પટેલ પિંકલકુમાર હર્ષદભાઈની હાર થઇ હતી. જયારે પટેલ રાકેશકુમાર છગનલાલ વિજયી બન્યા હતા.
ઉનાવા ભાજપ પ્રેરિત ખેડૂત પેનલના ઉમેદવાર અને ઉનાવા એપીએમસીના ચેરમેન ભીખાભાઈ પટેલએ જણાવ્યું હતું કે, ઉનાવા એપીએમસીની ચૂંટણીમાં ઉપરથી મેન્ડેડ આપવામાં આવ્યા હતા. જેને લઈ વેપારી અને ખેડૂત પેનલ ચૂંટણીમાં ઉતારેલ રાત્રે દશ વાગે મેન્ડેડ ખોલવામાં આવ્યા હતા.

ખેડૂત મત વિભાગના વિજયી ઉમેદવારો
પટેલ અમૃતભાઈ અમથારામ ૧૪૪ મત, પટેલ અમૃતભાઈ વિઠ્ઠલદાસ ૧૪૬ મત, પટેલ કશ્યપકુમાર સુરેશભાઈ ૧૫૧ મત, પટેલ જયેશકુમાર બબલદાસ ૧૪૮ મત, પટેલ પ્રકાશભાઈ સેધાભાઈ ૧૫૧ મત, પટેલ પ્રહલાદભાઈ ડાહ્યાભાઈ ૧૫૨ મત, પટેલ રસીકભાઈ કાન્તિભાઈ ૧૪૫ મત, પટેલ સંદીપકુમાર રમેશભાઈ ૧૪૯ મત, પટેલ સુરેશભાઈ
ડાહ્યાભાઈ ૧૪૨ મત, પટેલ હરેશભાઈ નરોત્તમભાઈ ૮૨ મત

વેપારી મત વિભાગના વિજયી ઉમેદવાર
નાયક કિરણકુમાર બાબુલાલ ૩૭૫ મત, પટેલ દીક્ષિત મહેન્દ્ર ભાઈ ૪૨૯ મત, પટેલ દેવાંગકુમાર રસીકભાઈ ૪૨૬ મત, પટેલ રાકેશકુમાર

ધારાસભ્ય કોંગ્રેસમાંથી આવ્યા છે. હજુ મગજમાં કોંગ્રેસ ચાલે છે : ભીખાભાઈ પટેલ
ઊંઝા ધારાસભ્ય અને માર્કેટયાર્ડના ચેરમેનએ મેન્ડેડની અવગણના કરી કોંગ્રેસ પ્રેરિત માણસોને પ્રોત્સાહિત કરેલ છે. જેથી હું હારી ગયેલ છું અમારી પેનલના બધાજ જીતી ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્ય કોંગ્રેસમાંથી આવ્યા છે અને હજુ મગજમાં કોંગ્રેસ ચાલે છે.


હું ભાજપનો છું અને આજીવન ભાજપમાં રહીશ : હરેશભાઈ પટેલ
અપક્ષના વિજયી ઉમેદવાર હરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, હૂં ભાજપ નો છું અને આજીવન ભાજપમાં રહેવાનો છું. મને મેન્ડેડ ના મળતા અપક્ષ ઉમેદવારી કરી હતી. ખેડૂતોએ મને વિજયી
બનાવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.