
વિસનગર વન વિભાગ દ્વારા મિશન લાઇફ 2023 અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરાયુ
વિસનગરમા વન વિભાગ દ્વારા મિશન લાઇફ અંતગર્ત સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પર્યાવરણને ટકાવી રાખવા માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સાયકલ રેલીની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી.જે શહેરના તમામ વિસ્તારમાં ફરી પર્યાવરણ જાગૃતિ અંગેનો સંદેશો પહોંચાડ્યો હતો.આ સાયકલ રેલીમાં 65 સાયકલ સવાર જોડાયા હતા.આ સાયકલ રેલી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ગેટથી નીકળી મહેસાણા ચોકડી,સિધ્ધેશ્વરી મંદિરથી રિટર્ન મહેસાણા ચોકડી,આઇ.ટી.આઇ ચોકડીથી બસ સ્ટેન્ડ રોડ,જી.ડી. સર્કલથી તાલુકા પંચાયત પાછળ રેન્જ ફોરેસ્ટ ઓફીસર કચેરી ખાતે પરત ફરી હતી.આ મિશન લાઇફ અંતગર્ત સાયકલ રેલીમાં 65 સાયકલ સવારો જોડાયા હતા.જેમાં પર્યાવરણને બચાવવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.જેમાં રેલીનું આયોજન વન વિભાગ વિસનગરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતુ.