
ઊંઝાના ભુણાવ ગામે નોમના દિવસે રામદેવપીર મહારાજને ભક્તોએ ધજા-નેજા ચડાવી આશીર્વાદ મેળવ્યા
ઊંઝાના ભુણાવ ગામમાં ભાદરવા સુદ નોમના દિવસે રામદેવપીર બાબાને ધજા-નેજા અર્પણ કરવામાં આવી હતી. ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી રણુંજાના રામદેવપીરના યાત્રાધામમાં ભક્તો પરંપરાગત મુજબ દાદાને ધજા, નેજા ચડાવી આશીર્વાદ મેળવે છે. એવી જ રીતે આજરોજ ભુણાવ રામદેવપીરને નેજા ચડાવવામાં આવ્યાં હતા.
આજરોજ ભુણાવ ગામમા આવેલ જોગણી માતાજી મંદિરે ગામ લોકો ઢોલ, નગારા, બેન્ડવાજા સાથે મંદિરે પહોંચ્યા હતા. રામાપીરના નેજા લઈને પહોંચ્યા બાદ પુજારી દ્વારા સમસ્ત નેજાઓને વધાવી મંદિરના શિખર ઉપર ચડાવી બાબા રામદેવપીરનો જયધોષ કરવામાં આવ્યો હતો. તો વર્ષોની પરંપરા મુજબ રામદેવપીર મંદિરે બાબાના ધજાનેજા ચડાવી ગામના અનેક લોકોએ ધન્યતા અનુભવી હતી. આમ રામદેવપીર બાબાને ધજા નેજા અર્પણ કરવાના વિશેષ દિવસે અનેક સ્થળે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વધુમાં ભુણાવ ગામમાં આવેલ જોગણી માતાજીના મંદિરમા ચામુંડા માતાજી, જોગણી માતાજી ધજા ચડાવવામાં આવી હતી અને રામાપીરને નેજા ચડવવામાં આવ્યા હતા.ઉલ્લખનીય છે કે, દર વર્ષે ભાદરવા સુદ નોમના દિવસે ભુણાવ ગામમાં રામદેવપીરના નેજા ચડાવી ગામ લોકો આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે.