
ઊંઝાના ભુણાવ અને દાસજ વચ્ચે ટ્રેલર સાઈડમાં ઉતરી જતાં ફસાયું
ઊંઝાના ભુણાવ અને દાસજ વચ્ચે ટ્રેલર સાઈડમાં ઉતરી જતા ફસાયું હતુ. આગળ જતી ગાડીએ અચાનક બ્રેક મારતા ટ્રેલર સાઈડમાં ઉતરી ગયું હતું. જેમાં કોઈ જાનહાની થઇ નથી.
ટ્રેલરની અંદર જર્મન પાવડરની કાંકરી ભરેલી હતી. જે ગાડી રાજસ્થાન પિંડવાડાથી માલ ભરીને આવી રહી હતી. જે ઊંઝાના ભુણાવ અને દાસજ વચ્ચે અચાનક આગળ જતી ગાડી દ્વારા બ્રેક મારતા ટ્રેલર સાઈડમાં ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. વધુ વરસાદને લઈને રોડની સાઈડમાં ગાડી ખેંચાઈ જવાથી તેમજ ટ્રેલરમાં માલ ભરેલો હોવાથી ગાડી કંટ્રોલ થઇ ન હતી જેને લઈને ઘટના બની હતી.