બેચરાજીના બરીયફ ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો; સવારથી મતદાન શરૂ પણ થયું નથી

મહેસાણા
મહેસાણા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022નું પ્રથમ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને આજે બીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે. બહુચરાજી તાલુકાના બરીયફ ગામે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.1 વાગ્યા સુધીમાં કુલ 35.35% મતદાન નોંધાયુ છે. ઊંઝાના કરલી ગામે બુથ નજીક BJP સ્ટીકર વાળી ગાડી આવતા હોબાળો થયો. AAPના ઉમેદવારે લેખિત ફરિયાદ આપી આપી. કડીમાં 95 વર્ષની મહિલા વૃદ્ધે મતદાન કરી પોતાની ફરજ અદા કરી.

જિલ્લામાં 11 વાગ્યા સુધીમાં 20.66 ટકા મતદાન નોંધાયુ. વિજાપુર વિધાનસભા મત ક્ષેત્રમાં આવતા 152 મતદાન મથકમાં 110 વર્ષના ઠાકોર શાંતાબેન રામાજીએ મતદાન કર્યું. કડી શહેરના બ્રાહ્મણની વાડી ખાતે 121 નંબરના મતદાન બુથમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલે પરિવાર સાથે મતદાન કર્યુ.

વિસનગરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લાઈનમાં ઊભા રહી મતદાન કર્યું. પ્રજાને વધુ મતદાન કરવા અપીલ કરી છે. મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી મતદારો પોતાનો મત આપવા બુથ પર પહોંચ્યા હતા. વહેલી સવારે 8 કલાકથી યુવાઓ તેમજ વૃદ્ધો સવારથી જ મતદાન કરવા માટે બુથ મથક ઉપર પહોંચ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલમાં મતદાનની કામગીરી ચાલુ થઈ છે.

જિલ્લામાં 17 લાખ 30 હજાર જેટલા મતદારો નોંધાયા છે. આજે મતદારો 1869 મતદાન મથકો પર જઈ પોતાનો મત આપશે. જિલ્લામાં 10 હજાર જેટલા પોલીંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યા છે. જિલ્લામાં 40 જેટલી પેરા મિલિટરી ફોર્સ તૈનાત કરવામાં આવી છે અને સ્ટેટ પોલીસના એમ્પ્લોયમેન્ટ સાથે આ કંપનીઓ સમગ્ર જિલ્લામાં શાંતિ પૂર્ણ મતદાન થાય એના માટે તૈનાત કરાઈ છે.

જિલ્લામાં 49 સખી મતદાન મથકો, બે યુવા પોલીંગ ઓફિસર દ્વારા મતદાન કરાવવામાં આવશે. 7 ઇકો ફ્રેન્ડલી મતદાન મથકો તૈયાર કરાયા છે. તેમજ બુથમાં મોબાઇલ ફોન લઇ જઇ શકાશે નહીં. વધુમાં કલેક્ટરે લોકોને અપીલ કરી હતી કે, એક સશક્ત લોકશાહી માટે આપનો મત અમૂલ્ય છે. આજે મોટી સંખ્યામાં જઈ મતદાન કરશો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.