વિસનગર તાલુકા પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી અલ્ટો ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં તાલુકા પોલીસે બાતમીના આધારે તરભ બસ સ્ટેન્ડ પર વોચ ગોઠવીને ઊંઝા તરફથી આવતી અલ્ટો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ટીન નંગ 310 કિંમત રૂ. 37,200 અને ગાડી તેમજ મોબાઈલ મળી કુલ રૂ. 2,94,200ના મુદ્દામાલને કબજે કરી ઝડપાયેલા બે ઈસમો સહિત કુલ 3 વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ સહિત પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન ડ્રાઇવ લગત પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તરભ ગામે આવતા બાતમી મળી હતી કે, ઊંઝા તરફથી એક અલ્ટો ગાડી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વિસનગર તરફ પસાર થનાર છે. તે બાતમીના આધારે તરભ બસ સ્ટેન્ડ પર વોચ ગોઠવી હતી. જ્યાં વોચ દરમિયાન ઊંઝા તરફથી ગાડી નંબર RJ.23.CE.5324 આવતા ઊભી રખાવી તપાસ કરતા પાછળ સીટના ભાગેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.