
મહેસાણાના સાત ગામ સોલંકી રાજપૂત સમાજ દ્વારા બહુચર માતાજીને 52 ગજની ધજા ચડાવાઈ
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ધારપુરા-દેલવાડા ગામથી સાત ગામ સોલંકી રાજપૂત સમાજ દ્વારા બહુચર માતાજીને 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.
ગરબાની વાત આવે એટલે સૌ પ્રથમ વલ્લભ ભટ્ટ દ્વારા લખાયેલો બહુચર માતાજીનો આનંદનો ગરબો અને શક્તિપીઠ બહુચરાજી અચૂક યાદ આવે. જ્યારે આજે પરંપરાગત સાત ગામ સોલંકી રાજપૂત સમાજ દ્વારા એકતાનું પ્રતીક પૂરું પડતી 52 ગજની આ ધજા ધરપુરા-દેલવાડા ગામના ગંગવા કુવાની સિકોતર માતાજીના મંદિરેથી બહુચરાજી ધામ સુધી ડીજેના તાલે નવ કિમી ચાલતા લઈ જવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા
આ ધજા વર્ષોથી રૂપેણનદીના કાંઠે વસેલા બહુચરજી તાલુકાના, ધારપુરા, દેલવાડા, દેલપુરા, ઇન્દ્રપ, એંદલા, સુજાનપુરા અને ડોડીવાડાના સોલંકી રાજપૂત સમાજ દ્વારા ચડાવવામાં આવે છે. આજે ચડાવવામાં આવેલી ધજાના ગુજરાતના નામાંકિત કલાકરો જોડાયા હતા. ડીજેના તાલે નવ કિમી વાતાવરણ ભક્તિમય બન્યુ હતું.