
કડીના ફુલેત્રામાં ‘તું કેમ રિક્ષાવાળાને ધમકીઓ આપે છે’ તેમ કહી ભત્રીજા ઉપર હુમલો
કડી તાલુકાના ફુલેત્રા ગામે રહેતા દશરથજી કે પોતે ખેતીવાડીનો ધંધો વ્યવસાય કરીને ગુજરાન ચલાવી રહ્યા છે. જે દરમિયાન તેમના ભત્રીજાની જાન જતી હતી. તેઓ અને તેમનો ભત્રીજો ખોડીયાર માતાજીના મંદિર પાસે ચોકમાં ઉભા હતા. તેમના ગામનો એક રિક્ષા ચાલક ફૂલ ઝડપે રિક્ષા ચલાવીને આવી રહ્યો હતો.
જે દરમિયાન દશરથજીના ભત્રીજાએ કહ્યું કે, તું રિક્ષા ફાસ્ટ ચલાવીશ નહીં, ધીરે ચલાવ જ્યાં તેમના જ ગામના રામાજી ત્યાં આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કે તું રિક્ષાવાળાને કેમ ધમકીઓ આપે છે. જેવી બાબતમાં માથાકૂટ થઈ હતી. દશરથજી ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને રામાજીને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા,
પરંતુ રામાજીએ દશરથજીને છૂટો પથ્થર મારતા મામલો બિચક્યો હતો. જ્યાં આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા અને દશરથજીને ઇજાઓ પહોંચતા પ્રાઇવેટ વાહનમાં તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેઓને માથામાં ટાંકા આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કડી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.