મહેસાણામાં પૈસાની લેતીદેતી મુદ્દે કોન્ટ્રાકટર પર છરી વડે હુમલો
મહેસાણામા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પટેલે હાર્દિક કુમાર ભરતભાઇ ના મિત્ર વૈભવ સુરેશભાઈ પટેલ ને રૂપિયાની જરૂર પડતા દોઢ માસ અગાઉ મહેસાણામાં રહેતા પટેલ વિપુલ ભાઈ વિઠ્ઠલભાઈ પાસેથી એક લાખ હાથ ઉછીના લીધા હતા.જે પૈસા આપવાની બાંહેધરી ફરિયાદીએ લીધી હતી. બાદમાં પૈસા આપવાનો સમય થતા પૈસા આપનાર પટેલ વિપુલ એ ફરિયાદીએ પૈસા માટે ફોન કરી ગાળો બોલી હતી.અને બાદમાં ફરિયાદીની સાઈડ પર જઇ પૈસા આપનાર વિપુલ પટેલ પોતાની સાથે અન્ય એક માણસ ને લઇ અવી ફરિયાદી સાથે માથાકૂટ કરવા લાગ્યો હતો અને”જો કાલે પૈસા નહિ આપે તો તને અને વૈભવ ને છોડીશ નહિ” એમ કહી વિપુલ પટેલે પોતાની પાસે રહેલ છરી ફરિયાદી હાર્દિક કુમાર પટેલના પેટ અને છાતી ના ભાગે છરીઓ મારી હતી. હોબાળો થતા આસપાસના લોકો અને મિત્રો છોડાવવા આવતા હુમલો કરનાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો.ઘટના પગલે ઇજા પામેલા કોન્ટ્રાક્ટર ને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તેમજ મહેસાણા તાલુકા પોલીસમાં હુમલો કરનાર વિપુલ ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.