
મહેસાણામાં બીજા નોરતે સોસાયટીમાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી
આદ્યશક્તિ મા જગદંબા ભવાનીના નવલા નોરતા શરૂ થઈ ગયા છે. આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ. જગતજનની મા અંબાની ભક્તિના પર્વના બીજા દિવસે મહેસાણા જિલ્લામાં ઉત્સાહ ભેર ઠેરઠેર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ દયાનંદ પાર્ક સોસાયટીમાં અને સ્વપ્ન વીલા સોસાયટીમાં હિના ટાઉનશીપ વિસનગર રોડ સહિતની સોસાયટીમાં માં નાના થી લઈ મોટેરા ખેલૈયા ઝૂમી ઉઠ્યા હતા. નવરાત્રિના બીજા નોરતે માતાજીની આરતી કર્યા બાદ બાળકીઓ થી લઈ વૃદ્ધા ચોકમાં ગરબે ઘુમતી જોવ મળી હતી.તેમજ નાના બાળકોથી લઈ મોટી ઉંમરના વૃદ્ધ પણ ગરબે ઘૂમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી.