મહેસાણાની પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં અશોક ચૌધરી ગ્રુપની પેનલની જીત

મહેસાણા
મહેસાણા

દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડને મામલો સમગ્ર ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે વિપુલ ચૌધરીને વધુ એક ઝટકો લાગ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામે દૂધ મંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલની કારમી હાર થતાં વિપુલ ચૌધરીને વધુ એક ઝટકો લાગ્યો છે. ત્યારે અશોક ચૌધરીની પેનલનો ભવ્ય વિજય થતા પામોલ ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

કરોડોના કૌભાંડમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં સજા ભોગવી રહેલા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. પામોલ દૂધ મંડળીમાં હોદ્દેદારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી અને 575 માંથી 552 નું મતદાન થયું હતું. કૌભાંડના ઘેરાયેલા વિપુલ ચૌધરીનું સહકારી સંસ્થાની ચૂંટણી માં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે

મહેસાણાના પામોલ દૂધ મંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલની હાર થઈ છે. જ્યારે હાલમાં ડેરીના ચેરમેન અશોક ચૌધરરીના પેનલની ભવ્ય વિજય થયો છે. પામોલ દૂધ મંડળીમાં 575 મતોમાંથી 552 મતોનું મતદાન થયું હતું. જેમાં અશોક ચૌધરીની પેનલનો ભવ્ય વિજય થયો હતો. જેમાં 11 જેટલા ઉમેદવારનો વિજય થયો છે.

મહત્વનું છે કે પામોલ ગામથીજ વિપુલ ચૌધરીએ પોતાની સભાઓ શરૂ કરી હતી અને વિવાદ શરૂ થયો હતો. જેમાં હરિભાઈ ચૌધરી પર ટીકા ટિપ્પણી કરવા મામલે જેતે સમયે વિવાદ સામે આવ્યો હતો ત્યારે એજ ગામમાં વિપુલ ચૌધરીને ભારે સમર્થન મળ્યું હતું. જો કે, પામોલ ગામમાં હવે વિપુલ ચૌધરી પેનલનો હારનો સામનો કરવો પડ્યો છે.

  • સામાન્ય વિભાગમાંથી વિજેતા ઉમેદવાર

(1) ચૌધરી વિષ્ણુભાઈ જીવણભાઈ (281 મત) (2) ચૌધરી સુરેશભાઈ બેચરભાઈ (276 મત) (3) ચૌધરી ભરતભાઈ ડાયાભાઈ (274 મત) (4) ચૌધરી શંકરભાઈ મફાભાઈ (268 મત) (5) ચૌધરી કાનજીભાઈ વેલાભાઈ (266 મત) (6)ચૌધરી રાકેશભાઈ ભગવાનભાઈ (262 મત) (7) ચૌધરી સુરેશભાઈ દેવાભાઈ (258 મત)

  • સ્ત્રી અનામત બેઠક પર વિજેતા

(1) ચૌધરી કાંતાબેન શંકરભાઈ (279) મત (2) ચૌધરી શારદાબેન કનુભાઈ (269) મત

  • અનુસૂચિત જનજાતિ બેઠક પર વિજેતા

(1)રાઠોડ અરવિંદભાઈ ખેમાભાઈ (271 મત)

  • સીમાંત ખેડૂત બેઠક પર વિજેતા

(1)ચૌધરી જશુભાઈ માધાભાઈ 283 મત


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.