
મહેસાણા જિલ્લામાં ગણતરીનું નિરીક્ષણ કરવા માટે વધુ ત્રણ ઓબ્ઝર્વણની નિમણૂક
મહેસાણા જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સુધી નજર રાખવા માટે ચૂંટણી પંચે બે ખર્ચ તેમજ ચાર જનરલ સહિત સાત ઓબ્જર્વ વર્ષની નિમણૂક કરી હતી. જેમાં ચાર જનરલ ઓબ્ઝર્વર્સ વચ્ચે બેઠકોની ફાળવણી કરી હતી. જોકે, તાજેતરમાં ચૂંટણી પંચે મત ગણતરીનું નિરીક્ષણ કરવા માટે વધુ ત્રણ ઓબ્ઝર્વણની નિમણૂક કરવામાં આવી છે. આમ હવે જિલ્લાની સાથે બેઠક માટે એક એક ઓબ્જર્વ વર્ષ ફરજ બજાવશે.
મહેસાણા જિલ્લામાં ચૂંટણી પંચ તરફથી મત ગણતરી ઓબ્ઝર્વર તરીકે અમરદીપ સિંહ, જગન્નાથ મહાદેવ વિરકાર,તેમજ સરોજ કુમાર મિશ્રની નિમણૂક કરવામાં આવી છે.અગાઉ ચૂંટણી પંચે જિલ્લામાં વિધાનસભા ની ચૂંટણી માટે આજ જનરલ ઓબ્ઝર વર ની નિમણૂક કરી હતી.જેમાં વિધાનસભા મતક્ષેત્ર મુજબ ખેરાલુ અને ઊંઝા બેઠક,વિસનગર, મહેસાણા, વિજાપુર, કડી, બેઠક માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. ઉપરાંત ખર્ચ નિરીક્ષણ માટે બે ઓબ્ઝર્વર તેમજ કાયદો અને વ્યવસ્થાની દેખરેખ માટે એક પોલીસ ઓબ્ઝર્વની નિમણૂક કરાઈ હતી ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં મત ગણતરી માટે વધુ ત્રણ ઓબ્ઝર્વની નિમણૂક કરવામાં આવી છે.