
મહેસાણા જિલ્લામાં સ્વચ્છતા અભિયાનમાં જોડાવવા અપિલ
સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્વચ્છતાની ફરિયાદો માટે સ્વચ્છતા એપ્લિકેશન દ્વારા લોકો ફરિયાદ કરી શકે તે માટે સ્વચ્છતા એપનો નાગરિકો ઉપયોગ કરી સ્વચ્છતા સભિયાનના જોડાઈ શકે છે. મહેસાણા જિલ્લાના નાગરિકો તાત્કાલિક ધોરણે સ્વચ્છતાને લગતી ફરિયાદો આ એપ મારફતે કરી શકશે.
મહેસાણા જિલ્લામાં કોઈ પણ વિસ્તારમાં શહેર કે ગ્રામ્ય સ્વચ્છ રહે તે માટે એક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં શહેરી વિસ્તારોમાં શહેરની સ્વચ્છતા અંગેની સમસ્યા નાગરિકો સીધી આ એપ મારફતે ફરિયાદ કરી શકશે. જિલ્લામાં આવેલા જાહેર શૌચાલયમાં પાણી પુરવઠો નથી, કચરાનું વાહન નથી આવતું, મૃત પ્રાણી, જાહેર શૌચાલયમાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા, શૌચાલયમાં સફાઈનો અભાવ, ડસ્ટબીન સાફ નથી, કચરાના ઢગલા, જાહેર શૌચાલયમાં વીજળી નથી. આવતી તો આવી તમામ સમસ્યાના નિવારણ માટે નાગરિકો સ્વચ્છતા એપ મારફતે ફરિયાદ કરી શકશે.