
ઊંઝા ઉમિયા માતાજી સેવા સંસ્થા પરિવાર દ્વારા પદગ્રહણ સન્માન સમારોહ યોજાયો
ઊંઝા ઉમિયા માતાજી સેવા સંસ્થા પરિવાર દ્વારા પદગ્રહણ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી સેવા સંસ્થાના ટ્રસ્ટીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. જેમાં ઊંઝામાં વસતા પાટીદાર સમાજના અલગ અલગ ઉમિયા માતાજી સેવા સંસ્થામાં કમિટીઓ બનાવવામાં આવી હતી. તેમજ ઉમિયા પરિવાર દ્વારા મહિલા સંગઠનની રચના કરવામાં આવી હતી. ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં જ્યાં કડવા પાટીદાર સમાજ રહે છે તેમની ઉમિયા પરિવાર ઊંઝા દ્વારા સંગઠનની રચના કરવામાં આવી હતી.ઊંઝા શહેરમાં અલગ-અલગ પાટીદારના સાત સમાજ રહે છે. જેમાં ઊંઝા શહેરમાં મોલ્લોત સમાજ પરિવાર, ઋસાત સમાજ પરિવાર, ચાર ઓટા કડવા પાટીદાર સમાજ અને ઊંઝા શહેરમાં આજુબાજુ ગામોમાંથી રહેવા આવ્યા હોય એવા બહારગામ પાટીદાર સમાજ આ તમામ કમિટીની રચના લક્ષચંડી હવન સમયે કરવામાં આવી હતી. જ્યારે ઉમિયા માતાજીના મોટા પ્રસંગો હોય છે ત્યારે આ સાતે પાટીદાર સમાજ સહકાર આપે છે.
આ કમિટીની રચનામાં સાત સભ્યોની બનાવવામાં આવી છે. જેમાં એક કન્વીનર ત્રણ સહ કન્વીનર, બે કોરડીનેટર, એક મીડિયા ઇન્ચાર્જ તરીકે ઉમિયા સેવા સંસ્થા પરિવારમાં નિમણુંક કરવામાં આવી હતી. જેમાં સાતે સમાજમાંથી 49ની કમિટીની રચના કરવામાં આવી હતી અને તમામ નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ઊંઝા ઉમિયા માતાજી સેવા સંસ્થાના અલગ અલગ કમિટી મેમ્બર, ચેરમેન તેમજ ઊંઝા પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ સામાજિક કાર્યકરો અને ઉમિયા માતાજી સેવા સંસ્થાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.